

તમારે નવજાતને કેમ ચુંબન ન કરવું?- નવજાત શિશુઓમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, તેથી શરૂઆતના સમયમાં તેની વધુ સંભાળ લેવી જરૂરી બને છે. કોઈપણ પ્રકારના વાયરસ અને બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી તેમનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. એવું હંમેશાં કહેવામાં આવે છે કે, બાળકોને સ્પર્શ કરતા પહેલા પોતાના હાથને સારી રીતે ધોવા જોઈએ. કારણ કે આપણા હાથો પર હજારો રોગકારક જીવાણુઓ ચોંટેલા હોય છે. આ જ રીતે આપણો ચહેરો પણ હજારો માઇક્રોસ્કોપિક સજીવો (microscopic organisms)થી ઘેરાયેલો હોય છે. જ્યારે આપણે ચુંબન કરીએ છીએ ત્યારે આ પેથોજેન્સ આપણામાંથી બાળકની ત્વચા પર જાય છે.


વાયરસ તમારા બાળક માટે જોખમકારક- નવજાત શિશુઓ સંવેદનશીલ હોય છે અને તેમનામાં એચએસવી -1(HSV-1) એટલેકે હર્પીઝ સિમ્પલેક્સ વાયરસ (Herpes Simplex Virus) નબળા હોય છે. પુખ્ત વયના લોકોના મોં અને હોઠની આસપાસ આ વાયરસ વધુ હોય છે. કેટલીકવાર પુખ્ત વયના લોકોમાં તેના ખાસ લક્ષણો નથી જોવા મળતા. પરંતુ નાના બાળકો માટે જીવલેણ બની શકે છે. કેટલાક લોકોના હોઠની આસપાસ ઠંડા ચાંદા હોય છે અને ચુંબનથી આ વાયરસથી બીજા સંક્રમિત થઈ શકે છે. એક અંદાજ છે કે, 40 વર્ષની વયે 90 ટકાથી વધુ લોકો આ વિશિષ્ટ વાયરસના સંપર્કમાં આવ્યા છે અને નવજાત શિશુમાં ફેલાય છે. જો વાયરસથી ચેપગ્રસ્ત કોઈ પણ વ્યક્તિ નાના બાળકના હાથને સ્પર્શ કરે છે અને પછી બાળક તેની આંખો, નાક અથવા મોંને સ્પર્શે છે તો પણ વાયરસ મ્યુકોસ મેમ્બ્રેન(Mucous Membranes) સુધી પહોંચી શકે છે. જેનાથી ચેપ લાગે છે. નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે વાયરસ ઝડપથી વધતો જાય છે અને તેને કારણે મગજમાં અને કરોડરજ્જુમાં બળતરા થાય છે.


તમારે શું કરવું જોઈએ? - પ્રથમ થોડા મહિના બાળકો માટે ખૂબ જ નાજુક હોય છે અને માતાપિતાએ તેમની આસપાસ વધારાની કાળજી લેવી જરૂરી બને છે. બીમાર વ્યકતિથી બાળકને દૂર રાખવો. જો કોઈ બાળકને સ્પર્શ કરવા માંગે અથવા પોતાના હાથમાં લેવા માંગે તો પણ પહેલા તેમના હાથ યોગ્ય રીતે ધોવડાવવા જોઈએ. સેનિટાઇસર્સથી હાથ સાફ કરવા એ પણ એક જવાબદારી ભર્યું કામ બને છે. બાળકોના નવજાતના સમયમાં એટલેકે શરૂઆતના મહિનાઓમાં ગીચ સ્થળોએ લઈ જવાનું ટાળો અને તમારા ઘરમાં વધુ મહેમાનોને ન બોલાવો.