લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કહેવાય છે કે, દૂધ એક પૂર્ણ પૌષ્ટિક આહાર છે. આયરન અને કેલ્શિયમ યુક્ત દૂધ આપણને કેટલીએ સ્વાસ્થ્ય સંબંધી બિમારીઓમાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. જો નિયમિત દૂધનું સેવન કરવામાં આવે તો શરીરમાં મિનરલ્સ અને વિટામિનની જરૂરતને પૂરૂ કરે છે. હાડકા મજબૂત બનવાની સાથે જ શરીરમાં એનર્જી પણ રહે છે.