એવી કઈ બાબત છે જેના કારણે મહિલા કોઈ પણ પુરુષ તરફ આકર્ષાય છે? આ બાબતને સમજવા માટે સમગ્ર વિશ્વની અનેક યુનિવર્સિટીના વૈજ્ઞાનિક રિસર્ચ કરી રહ્યા છે. આ બાબત સંપૂર્ણ રીતે સમજી શકાઈ નથી, પરંતુ રિસર્ચની મદદથી અનેક બાબતો સામે આવી છે, જે મોટાભાગની મહિલાઓમાં એકસમાન જોવા મળે છે. કેટલીક વ્યાવહારિક બાબતો પુરુષોમાં જોવા મળે છે અને મહિલાઓ તેમની તરફ ખૂબ જ આકર્ષાય છે. આ બાબતોની વિગતવાર જાણકારી અહીં આપવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)
વેલ્સ યુનિવર્સિટીના વર્ષ 2010ના એક અધ્યયન પરથી જાણવા મળ્યું છે કે સિલ્વર બેન્ટલે કોન્ટિનેન્ટલ જીટી સાથે ચિત્રિત પુરુષોને રેડ ફોર્ડ ફિએસ્ટા એસટી સાથે તેમના ફોટોઝની સરખામણીએ અધિક આકર્ષક માનવામાં આવતા હતા. આ માત્ર એક મોટી કાર અને સારા કપડાની વાત છે. જો તમે સાયકલ ચલાવો છો તો તેનાથી કોઈ ફરક પડતો નથી. તમારુ વ્યક્તિત્વ તમારા ચહેરા પર જોવા મળે છે. (પ્રતિકાત્મક તસવીર)
પોતાની ઉંમર કરતા મોટા દેખાતા લોકોને મનોવૈજ્ઞાનિક ‘જ્યોર્જ ક્લૂની પ્રભાવ’ કહે છે. વર્ષ 2010માં કરવામાં આવેલ એક રિસર્ચ અનુસાર 3,770 અલગ અલગ ઉંમર ધરાવતા લોકોના અધ્યયન પરથી જાણવા મળ્યું છે, કે મહિલાઓ મોટી ઉંમરના પુરુષોને પસંદ કરે છે. લેખક અને ડંડીના મનોવૈજ્ઞાનિક વિશ્વવિદ્યાલય ફિયોના મૂર જણાવે છે કે, જે મહિલાઓ આર્થિક રૂપે સ્વતંત્ર થઈ ગઈ છે, તે મહિલાઓ શક્તિશાળી અને મોટી ઉંમરના પુરુષો તરફ આકર્ષાય છે. (પ્રતિકાત્મક તસવીર)
મહિલાઓને દયાળુ અને સૌમ્ય સ્વભાવવાળા પુરુષો વધુ પસંદ આવે છે. જે પુરુષો મહિલાઓનું માન જાળવે છે અને મહિલાઓનું ધ્યાન રાખે છે તેવા પુરુષો તરફ મહિલાઓ વધુ આકર્ષાય છે. અનેક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે મહિલાઓ જ્યારે પુરુષો તરફ આકર્ષિત થાય છે, ત્યારે તે હસે છે. જે પુરુષો તરફ મહિલાઓ આકર્ષાય છે, તે પુરુષો મહિલાઓને પોઝિટીવ વિચાર ધરાવતા અને મોજીલા લાગે છે. (પ્રતિકાત્મક તસવીર)