How to store curd: દહીં સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દહીંમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે. દહીંમાં કેલ્શિયમથી લઇને બીજા અનેક ગુણો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાસ કરીને ગરમીમાં દહીંનું સેવન કરો છો તો હેલ્થ અને સ્કિન માટે બેસ્ટ છે. પરંતુ તમને જણાવી દઇએ કે દહીં જમાવવાની પણ એક રીત હોય છે. તમે પ્રોપર આ રીતે દહીં જમાવો છો તો મસ્ત જામે છે અને ખાવાની મજા આવે છે. વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો દહીં સ્ટીલ તેમજ બીજા વાસણમાં જમાવતા હોય છે જેનાથી હેલ્થને કોઇ ફાયદો થતો નથી. પરંતુ તમે દહીં માટીના વાસણમાં જમાવો છો અને પછી ખાઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તો જાણો આ વિશે વધુમાં..
માટીના વાસણમાં જમાવેલા દહીંનો સ્વાદ અલગ આવે છે. આ દહીં સ્વાદિષ્ટ હોય છે કારણે આ દહીંમાં સામાન્ય રીતે માટીનો સ્વાદ મેચ થાય છે. સામાન્ય રીતે ડેરી પ્રોડક્ટ્સ નેચરમાં એસિડિક હોય છે, પરંતુ જ્યારે તમે દહીંને માટીના વાસણમાં જમાવો છો ત્યારે આ વધારે ગુણકારી બને છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)