

કોઇ પણ પ્રકારના વાયરસથી સંક્રમિત થવાથી બચવા માટે વેજિટેરિયન ડાયટને સૌથી સેફ વિકલ્પ માનવામાં આવ્યો છે. સ્વાઇન ફ્લૂથી લઇને કોરોના સંક્રમણ સુધી જે પણ બિમારીઓ આવી તેમના પ્રાણીઓ દ્વારા આ રોગ મનુષ્યમાં આવ્યો હોવાનું સાબિત થઇ ચૂક્યું છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા પણ ગત 50 વર્ષોમાં જે 70 ટકા વૈશ્વિક બીમારી આવી છે તે પ્રાણીઓ દ્વારા ફેલાઇ હોવાનું જાહેર થયું છે. આ વાત અનેક રિસર્ચમાં પણ સાબિત થઇ ચૂકી છે. ત્યારે આજે દુનિયાભરમાં વર્લ્ડ વેજિટેરિયન ડેની ઉજવણી થઇ રહી છે. આ પ્રસંગે શાકાહારી ભોજન ખાવાથી શું લાભ થાય છે તે અંગે જાણો.


દુનિયાભરના લોકોને શાકાહારી ખાવા માટે પ્રેરિત કરવા માટે વર્લ્ડ વેજિટેરિયન ડેને (World Vegetarian Day 2020) 1 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આની પહેલ 1977માં નોર્થ અમેરિકાની વેજિટેરિયન સોસાયટીએ કરી હતી. અને તેનું લક્ષ હતું કે લોકોને વેજિટેરિયન ભોજન વધુ ખાવા માટે જાગૃત કરવું. આ ખોરાક ખાવાથી શરીરમાં ફેટ પણ નથી વધતી અને અનેક રોગો સામે લાભકારી સાબિત થાય છે.


વર્ષ 2016માં નેશનલ એકેડમી ઓફ સાયન્સની એક સ્ટડીમાં કહેવામાં આવ્યું હતું કે જો દુનિયાની તમામ વસ્તી માંસ છોડીને શાકાહારી ભોજન ખાય તો વર્ષ 2050 સુધી ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન 70 ટકા સુધી ઓછું થઇ શકે છે.


વેજિટેરિયન અને વેગન ડાયટમાં શું ફરક છે? વેગન અને વેજિટેરિયન ડાયટમાં પણ અંતર છે. વેગન ડાયટમાં તે ઓર્ગેનિક ભોજન પર વધુ ભાર આપવામાં આવે છે. સાથે જ દૂધ ઉત્પાદનોને વેગન ડાયેટમાં વર્જિત માનવામાં આવે છે. જ્યારે શાકાહારી ભોજનમાં દૂધ, દહીંનો છૂટથી ઉપયોગ થાય છે.