

કોરોના વાયરસ (COVID-19)થી બચવા માટે દુનિયાના એક દેશ વેક્સીન (Virus vaccine) શોધવામાં લાગી ગયા છે. હાવર્ડ અને ઇઝરાયેલે ટૂંક સમયમાં આ વેક્સીનના મનુષ્ય પર ટ્રાયલ કરવાનો પણ દાવો કર્યો છે. પરંતુ જાણીએ કે વેક્સીન તૈયાર કરવાના કામમાં કેમ આટલી મુશ્કેલી ઊભી થઈ રહી છે. શું વાયરસનું મ્યૂટેશન (mutating SARS-CoV2) તેનું મોટું કારણ છે?


વાયરસઃ માઇક્રોસ્કોપિક પૈરાસાઇટ, જે મનુષ્યના શરીરને અંદર પોતાની સંખ્યાને વધારે છે. એન્ટીબૉડીઃ મનુષ્યના શરીરમાં વાયના આકારના પ્રોટીન, જે વાયરસને ઓળખીને તેને હટાવે છે.


મનુષ્યના શરીર પર વાયરસ કેવી રીતે હુમલો કરે છે? - SARS-CoV-2ના સ્પાઇક પ્રોટીન મનુષ્યની કોશિકાઓની સપાટીના સંપર્કમાં આવે છે. વાયરસ જેનેટિક મટિરિયલ (જીનોમ) RNAથી બનેલો હોય છે. વાયરસ કોશિકાની અંદર જીનોમ તૈયાર કરે છે. તેના માટે તે મનુષ્યની કોશિકાઓના પ્રોટીનનો ઉપયોગ કરે છે. વાયરસના નવા RNA એકત્ર થઈને વાયરસની એક નવી કૉપી બનાવે છે. જ્યારે વાયરસની એક કૉપી તૈયાર જઈ જાય છે તો તે કોશિકાઓમાં તૂટીને વિખેરાઈ જાય છે. મૃત કોશિકાઓ ફેફસામાં બગાડ રૂપે એકત્ર થવા લાગે છે.


એન્ટીબૉડીઝ આપણી સુરક્ષા કેવી રીતે કરે છે? - વાયરસને કોશિકાઓ સાથે જોડતાં રોકે છે. કોશિકાઓમાં વાયરસની એન્ટ્રી બ્લૉક કરી દે છે. RNA રિલીઝ કરવાથી રોકે છે.


સાધારણ પરિસ્થિતિમાં શું થાય છે? - વાયરસ કોશિકાઓમાં પ્રવેશ કરી તેને હાઇજેક કરે છે, તેની મશીનરીનો ઉપયોગ કરી પોતાનો વિસ્તાર કરે છે.


મ્યૂટેશન (પરિવર્તન) પર નજર- વાયરસના જિનેટિક કોડમાં પરિવર્તનને મ્યૂટેશન કહે છે. જ્યારે વાયરસ પોતાને વિસ્તારે છે તો આ પ્રક્રિયામાં થતા


વેક્સીન (રસી) શરીરને જરૂરી એન્ટીબૉડી વિકસિત કરવામાં મદદ કરે છે. વાયરસને કોશિકાઓની અંદર વધવાથી રોકવાની પ્રક્રિયા એન્ટીજેન્સ કહેવાય છે. આ એન્ટીબૉડીઝની મદદથી થાય છે.


સ્ટ્રેન A - વેક્સીન મનુષ્યની કોશિકાઓ અને ઈમ્યૂન સિસ્ટમને સંક્રમિત કરનારા વાયરસની ઓળખ કરે છે. સ્ટ્રેન B- મ્યૂટેટિડ એટલે કે બદલાયેલો વાયરસ કોશિકાઓને સંક્રમિત કરે છે. એન્ટીબૉડીઝ આવા બદલાયેલા વાયરસની ઓળખ નથી કરી શકતું. આવી પરિસ્થિતિમાં વેક્સીન કોઈ અસર નથી કરતી. સ્ટ્રેન Bવાળી પરિસ્થિતિમાં વાયરસ બીજા વ્યક્તિ સુધી ફેલાઈ શકે છે. તેના પ્રસારને રોકવા માટે એક નવી રસીની જરૂર પડે છે.


એક નવો વાયરસ છે, જેનાથી બચવાની ઇમ્યૂનિટી હજુ મનુષ્યની પાસે નથી. તો શું પ્રગતિ થઈ રહી છે? - વેક્સીન પર સમગ્ર દુનિયામાં વૈજ્ઞાનિકોના પ્રયોગ ચાલુ છે. તેઓ નજર રાખી રહ્યા છે કે વાયરસ કેવી રીતે પોતાના ફેરફાર કરી રહ્યો છે.