8 ડિસેમ્બરનાં તમિલનાડુમાં થયેલા Mi-17V5 ચોપર ક્રેશ (Mi-17V5 crash) થતા દેશને ગમગીનીમાં ડુબાડી દીધો છે. બુધવારે બપોરે બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં દેશના CDS જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat) અને તેમના પત્ની મધુલિકા રાવત (Madhulika Rawat) સહિત 13 લોકોના દુ:ખદ મોત થયા છે. બિપિન રાવત જ્યારે વિલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં લેક્ચર આપવા જઈ રહ્યા હતા, ત્યારે ચોપર તેના મુકામ પર પહોંચવાના થોડા જ અંતર પહેલા ક્રેશ થયું અને તેમાં સવાર તમામ લોકો આ દુર્ધટનાનો ભોગ બન્યા હતા. બિપિન રાવતના પત્ની મધુલિકા રાવત આર્મી વાઈફ વેલફેર અસોશિએશન (Army Wives Welfare Associatio)ના પ્રમુખ હતા અને સોશિયલ વર્કમાં પણ ઘણા જ એક્ટિવ હતા. મધુલિકા રાવત વિશે જાણવા જેવી 8 વાતો
6. છત્તીસગઢના મંત્રી ટીએસ સિંધદેવ દ્વારા જણાવવામાં આવ્યું કે મધુલિકા રાવત તેમના પરિવારના ખૂબ નજીક હતા અને તેમને મળવા ઘણી વખત ભોપાલ પણ આવતા હતા. તેમણે પોતાની ટ્વિટમાં જણાવ્યું કે મધુલિકાજી પરિવારના ખૂબ જ નજીક હતા. તે સુહાગપુરના સ્વ. શ્રી મૃગેન્દ્ર સિંહના પુત્રી હતા અને ઘણી વખત અમને મળવા ભોપાલ આવતા હતા. તેમના પરિવારો માટે હું ખૂબ દુખ અનુભવું છું. આ દુખદ ઘટનાનો સામનો કરવાની ભગવાન તેમને શક્તિ આપે.