બનાવવાની રીત- સૌ પ્રથમ એક વાસણમાં પાણી ઉકાળી તેમાં સમારેલો ગોળ ઉમેરી ઉકળવા દો. હવે અન્ય એક કઢાઈમાં ઘી ગરમ કરીને તેમાં ઘઉંનો લોટ આછા બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો. પછી તેમા સૂંઠ અને ગંઠોડા ઉમેરો. પછી આ લોટમાં ગોળનું ઉકાળેલું પાણી ઉમેરી ઉકળવા દો. 5 મિનિટ રાબ ઉકળી મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગરમા ગરમ સર્વ કરો. તૈયાર છે હેલ્ધી અને સ્વાદિષ્ટ રાબ..