

નવી દિલ્હીઃ દુનિયાભરમાં હવે લોકડાઉનમાં (lockdown) છૂટ આપવામાં આવી રહી છે પરંતુ કોરોના વાયરસનો ખતરો એટલો જ બનેલો છે. આવી સ્થિતિમાં કપલ્સ (couple) માટે હાર્વર્ડ યુનિવર્સિટીના (Harvard University) વૈજ્ઞાનિકોએ (Scientists) કેટલીક ખાસ સલાહ આપી છે. જેથી સેક્સ દરમિયાન કપલ કોરોના વાયરસથી બચી શકે. (પ્રતિકાત્મક તસવીર)


જોકે, સ્ટડી બાદ એ પણ સલાહ આપવામાં આવી રહી છે કે કોરોના વાયરસથી બચવા માટે કપલ સેક્સથી દૂર રહે. કારણ કે સેક્સથી પણ કેટલીક હદે કોરોના સંક્રમણ ફેલાવાવનો ખતરો સામે આવ્યો હતો. જ્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સે કહ્યું છે કે કપલને કિસ કરવાથી બચવું જોઈએ અને સેક્સ દરમિયાન તેમને માસ્ક પહેરવું જોઈએ. (પ્રતિકાત્મક તસવીર)


સેક્સ બાદ કપલને નહાવાની સલાહ પણ આપવામાં આવી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સે કહ્યું છેકે ઘરની બહાર રહેનારા વ્યક્તિ સાથે સેક્સ કોરોના સંક્રમણ માટે હાઈરિસ્ક કેટેગરીમાં આવે છે. (પ્રતિકાત્મક તસવીર)


રિસર્ચરે પોતાની સ્ટડીમાં માન્યું છે કે લોકો માટે સેક્સથી સંપૂર્ણ પણ દૂરી બનાવવી સંભવ નથી. એટલા માટે સાવચેતીના દાખવવી જોઈએ. આ સ્ટડીને Annals of Internal Medicine પ્રકાશિક કરવામાં આવ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)