ફળો ખરીદતાં તેનાં પર જોયા છે સ્ટીકર, પણ જાણો છો તે કેમ લગાવવામાં આવે છે?
ફ્રૂટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. પણ તેનાં પર લગાવવામાં આવતાં આ સ્ટીકર પાછળ શું કારણ છે. તે કેમ લગાવવામાં આવે છે એ વિશે મોટાભાગનાં લોકોને ખ્યાલ નહીં હોય. તો ચાલો તે અંગે જાણીયે.


લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત તમે બજારમાં ફ્રૂટ્સ લેવા ગયા છો અને તમે ફ્રૂટ્સ પર સ્ટીકર લાગેલા જોયા હશે. પણ તમે જાણો છો આ સ્ટીકર અંગે જાણો છો. ફ્રૂટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. પણ તેનાં પર લગાવવામાં આવતાં આ સ્ટીકર પાછળ શું કારણ છે. તે કેમ લગાવવામાં આવે છે એ વિશે મોટાભાગનાં લોકોને ખ્યાલ નહીં હોય. તો ચાલો તે અંગે જાણીયે.


ઘણા લોકોને ટેવ હોય છે કે જ્યારે તે ફળો ખરીદે ત્યારે તેનાં પર સ્ટીકરો જૂવે છે. ફળ પરના આ સ્ટીકરો પાસે પી.એલ.યુ. નામનો કોડ હોય છે. આ સ્ટીકરો અલગ અલગ પ્રકારનાં હોય છે અને દરેકના અર્થ જુદા-જુદા હોય છે. જો આપણે આ સ્ટીકરોના કોડ વિશે જાણીએ, તો આપણે તે ફળ વિશે પણ વધારે પડતી માહિતી મેળવી શકીએ છીએ. આ સ્ટીકર આપણને જણાવે છે કે કયું ફળ લેવું જોઈએ અને કયુ નહીં


આ ફળો અથવા શાકભાજી પર જે સ્ટીકરો લગાવવામા આવેલ છે અને તેના પર જે કોડ હોય છે તે એવુ દર્શાવે છે કે, આ ફળ અથવા શાકભાજી ઉગાડતા સમયે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવામા આવ્યો છે એટલે કે આ ફળ અથવા શાકભાજીમા પરંપરાગત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામા આવ્યો છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે ખુબ જ સારુ છ તેથી, આવા સ્ટીકરોવાળા ફળો અને શાકભાજીનુ સેવન કરવાનો વધુ પડતો આગ્રહ રાખવો જોઈએ.


તમે જે ફળ અથવા શાકભાજી ખરીદી રહ્યા છો તેના સ્ટીકરો પર પાંચ અંકનો કોડ હોય છે, જેની શરૂઆત 8 થી થતી હોય છે, તો તેનો અર્થ એ થાય છે કે, આ ફળ અથવા સબ્જી જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉગાડવામા આવ્યા છે અને તે આનુવંશિક રીતે સુધારી શકાય છે એટલે કે આ ઉગાડવાની પદ્ધતિમા સુધારા-વધારા આવકાર્ય છે.


આ સિવાય તમે જે ફળ અથવા શાકભાજી ખરીદી રહ્યા છો અને તેના સ્ટીકરો પર પાંચ અંકનો કોડ હોય અને તેની શરૂઆત 9 થી થઇ રહી હોય તો તેનો અર્થ એ કે, આ ફળ અને શાક પણ યોગ્ય પદ્ધતિથી ઉગાડવામા આવ્યા છે પરંતુ, તેનાં ઉછેર રૂપે ફેરફાર કર્યા નથી. ચોક્કસ આ માહિતી તમારા માટે ઉપયોગી બનશે. હવે જ્યારે પણ તમે ફળો અથવા શાકભાજી ખરીદવા જાઓ છો ત્યારે તેના પર સ્ટીકરો ચેક કર્યા વગર ખરીદશો નહીં.