જીલેટિનથી કેપ્સૂલ કવર બનાવવાને લઈ માર્ચ 2017માં મેનકા ગાંધીએ હેલ્થ મિનિસ્ટ્રીને પત્ર પણ લખ્યો હતો, જે ખુબ ચર્ચામાં પણ રહ્યો હતો. આમાં તેમણે જીલેટિનથી લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચતી હોવાની વાત કરીને કેપ્સૂલ કવરને ઝાડ-છોડની છાલમાંથી બનાવવાની વાત કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે જીલેટિનની જગ્યાએ ઝાડ-છોડની છાલમાંથી કેપ્સૂલ કવર બનાવવાને લઈ કમિટીની રચના પણ કરી હતી.