દવાઓ પાણી સાથે ન લઇને જ્યુસ સાથે લેવાની આદત છે, તો તેને સુધારો કારણ કે તેનાથી દવાઓની અસર ઓછી થઈ શકે છે. સામાન્ય રીતે પાણી સાથે દવા લેવી સલામત છે. એક ઘૂંટની જગ્યાએ એક ગ્લાસ બરાબર હોય છે, કારણ કે તે દવાને ઓગાળવામાં મદદ કરે છે. ઠંડુ પાણીની જગ્યાએ ગરમ પાણી વધુ સારુ રહે છે. જાણો જ્યુસ સાથે દવાઓ શા માટે ન લેવી જોઇએ.