સ્વાદિષ્ઠ ભોજન (Foodie)દરેકને પ્રિય હોય છે. ખાવાપીવાના શોખીનો આવી વાનગીઓની શોધમાં જ હોય છે. ત્યારે આવા શોખીનો માટે મુંબઈ (mumbai)સ્વર્ગ સમાન છે. મુંબઈમાં ખુબજ સ્વાદિષ્ટ ફુડ આઈટમ્સ ઓફર કરવા માટે અસંખ્ય વિકલ્પો છે. બોલિવૂડના ગ્લિઝ અને ગ્લેમર ઉપરાંત મુંબઈમાં અનેક આઇકોનિક ભોજનાલયો ( mumbai iconic eateries)છે. આ ખાણીપીણીના સ્થળોનો પોતાના ઇતિહાસ છે, તે વિવિધ પ્રકારના મેનુ ઓફર કરે છે. આપણે બધા જાણીએ છીએ કે મુંબઈ તેના સ્ટ્રીટ ફૂડ, ખાસ કરીને વડા પાઉં અને પાણી પુરી માટે પ્રખ્યાત છે. પરંતુ ત્યાં ઘણી ક્લાસિક રેસ્ટોરન્ટ્સ છે, જ્યાં અનફર્ગેટેબલ સ્વાદિષ્ટ વાનગીઓ માટે ચોક્કસથી વિઝિટ કરવી જ જોઈએ. અહીં ટોપ 5 સ્થળોની જાણકારી અપાઈ છે.
લીઓપોલ્ડ કાફે - ચિકન ટિક્કા, બેરી પુલાઓ, ચીલી ચીઝ ટોસ્ટથી લઈને પેની અરેબિયાટા પ્રોન સુધી, તમને મુંબઈના લિયોપોલ્ડ કાફેમાં જોઈતું બધું મળે છે. આ શહેરની સૌથી જૂની રેસ્ટોરન્ટ્સમાંની એક છે. જે તેની સુંદર સજાવટ અને આંગળીઓ ચાટી જવાય તેવા ફુડ માટે જાણીતી છે. દક્ષિણ મુંબઈમાં આ લોકપ્રિય કાફે 2008માં 26/11ના આતંકવાદી હુમલા દરમિયાન નિશાન બનાવવામાં આવેલી પ્રથમ જગ્યાઓમાંની એક હતી.
ક્યાની એન્ડ કંપની - 100 વર્ષથી વધુ જૂનું આ ઈરાની કાફે આઈકોનિક મેટ્રો સિનેમા પાસે આવેલું છે. ક્યાની એન્ડ કંપનીમાં તમને ખાવાપીવાના અનેક વિકલ્પ મળી જશે. આકર્ષક ઈન્ટિરિયર્સથી લઈને મન મોહી લે તેવા નાસ્તાના વિકલ્પો સુધી, મુંબઈના આ કાફેની મુલાકાત લેવી જ જોઈએ. ચિકન સમોસા, ઈરાની ચા, કારામેલ કસ્ટર્ડ અને વધુ જેવી અનોખી વાનગીઓ આ સ્થાનને અલગ બનાવે છે