વિશ્વમાં વીગન ફૂડ (vegon)તરફ વળતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. વીગન ફૂડ (vegon)અને માંસાહારમાંથી શું શ્રેષ્ઠ છે? તે અંગે અનેક મતમતાંતર છે. બન્ને આહાર પ્રણાલી પૈકીની કઈ વધુ ફાયદાકારક છે તે અંગે અનેક અભ્યાસ થઈ ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં જર્મન ફેડરેશન ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસ્ક એસેસમેન્ટના સંશોધકે કરેલા અભ્યાસમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. જે લોકો શુદ્ધ શાકાહારી હોય, તેમના હાડકા નબળા હોવાનું અભ્યાસ પરથી ફલિત થયું છે. (નોંધ : અહેવાલની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
શાકાહારીઓ અને મિશ્ર ખોરાક(વીગન ફૂડ (vegon)અને માંસાહાર) લેતા હોય તેવા લોકોના હાડકાનું સ્વાસ્થ્ય માપવા માટે અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ થયો હતો. આ અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું કે, જે લોકો શાકાહારી હોય તેઓની અલ્ટ્રાસાઉન્ડ વેલ્યુ અન્ય ગ્રુપની સરખામણીમાં ઓછી હતી. એટલે કે તેમના હાડકા નબળા હોવાના સંકેતો મળ્યા હતા.
લોહી અને પેશાબના 28 માપદંડો વડે આંકડાકીય વિગતોનો ઉપયોગ કરી હાડકાના સ્વાસ્થ્યમાં મહત્વનો ભાગ ભજવતા 12 બાયોમાર્કર્સની પેટર્નને ઓળખી કાઢવામાં આવી હતી. હાડકાની તંદુરસ્તી સાથે આટલા તત્વો સંકળાયેલા હાડકાની તંદુરસ્તી સાથે વિટામિન એ અને બી6, એમિનો એસિડ લિસિન અને લ્યુસિન, ઓમેગા-3 ફેટ્ટી એસિડ, સેલેનોપ્રોટીન પી, આયોડીન, થાઇરોઇડ હાર્મોન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ક્લોથો પ્રોટીન સંકળાયેલા છે. આ પેટર્નમાં તેનાથી વિપરિત, હાઈ અલ્ટ્રાસાઉન્ડ સ્તરે હોર્મોન એફજીએફ 23ની નીચી સાંદ્રતા જોવા મળી હતી.