Waxing એ મહિલાઓના જીવનનો સૌથી જરૂરી અને મહત્વની બાબત છે. મહિનામાં ઓછામાં ઓછી એક વખત તો દરેક મહિલાઓ વેક્સિંગ માટે પાર્લરમાં દોડી જ જતી હોય છે. અને ત્યાં જઈને ગ્લેમરની મોટી મોટી વાતો સાંભળીને કન્ફ્યૂઝ પણ થઈ જતી હોય છે કે કયા પ્રકારનું વેક્સ કરાવવું જોઈએ અને શેનાથી વધુ ફાયદો મળશે? તો આવો દૂર કરીએ આવી સ્ત્રીઓની ભ્રમણા અને કરીએ તેમના ક્નોલેજમાં થોડો વધારો..
રીકા વેક્સ કરવાની રીત: 800 ml ના વેક્સ કન્ટેનરની કિંમત લગભગ 1000રૂ છે. જે દિશામાં તમારો હેરગ્રોથ હોય એ દિશામાં વેક્સ એપ્લિકેશન કરો. ધ્યાનમાં રાખો કે વેક્સની એપ્લિકેશન એકદમ પાતળી કરો. નાના નાના પોર્શનમાં તમે વેક્સ અપ્લાય કરીને ડિસ્પોઝેબલ સ્ટ્રીપથી રીમૂવ કરી શકો છો. આ વેક્સનો ફાયદો એ છે કે ઝીણાં હેર પણ રીમૂવ થશે.
સ્લીક કોલ્ડ વેક્સ કરવાની રીત: સૌથી સસ્તું વેક્સ કહી શકાય. જેની કિંમત લગભગ 150રૂ. ની આસપાસ હોય છે. કોલ્ડ વેક્સ હોવા છત્તાં તેને સ્ટલ કે વેક્સ-હીટરમાં ગરમ કરીને હેરગ્રોથ હોય એ દિશામાં પાતળું લેયર અપ્લાય કરો. અને હેરની વિરોધી દિશામાં સ્ટ્રીપથી રીમૂવ કરો. પરંતુ તે સ્ટીકી હોવાના કારણે સારું રીઝલ્ટ ઘણી વખત નથી મળતું.