તમે પણ હરવા-ફરવાના શોખીન છે તો આ સમાચાર તમારા માટે જ છે. ઓગસ્ટ મહિનામાં બે લાંબા વીકેન્ડ આવ્યાં છે. આ પહેલા જ તમે ફરવાનો પ્લાન બનાવી શકો છો. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની રજા રહેશે અને 17 ઓગસ્ટ પારસી નવુ વર્ષ (મુંબઈ, ગુજરાત માં રજા) શરૂ થઇ રહ્યુ છે. 18, 19 વીકન્ડ રહેશે, તમે 16 ઓગસ્ટમાં રજા લઇને 15-19 ઓગસ્ટ વચ્ચે ફરવા માટે જઈ શકો છો. ત્યારબાદ 22 ઓગસ્ટે ઇદ-અલ-ઝુહા, 24 તારીખે ઓણમ અને 25, 26માં વીકેન્ડ રહેશે. આ બંને વીકેન્ડ પર તમે એક મોટી ટ્રિપ બનાવી શકો છો.
1. આ સમયે તમે અંદમાન અને નિકોબાર ફરવા જઇ શકો છો. ત્યાનું શાંત વાતાવરણ તમારી ભાગદોડ ભરી જિંદગીથી દૂર લઇ જશે. ત્યાના સફેદ રેતીવાળા તટ લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે. ત્યા રાધાનગર, ડોલ્ફિન રીસોર્ટ, સેલ્યુલર જેલ પણ ફરવા જઇ શકો છે. ઓગસ્ટ અંદમાન જવાની ઓફ સીઝન છે એટલે તમે ઓછા બજેટમાં અંદમાનની સુંદરતાનો આનંદ ઉઠાવી શકો છો.
3. સિક્કીમની રાજધાની ગંગટોક તે પોતે જ અત્યંત સુંદર છે. ગંગટોકને કાશ્મીર બાદ પૃથ્વીનું બીજું સ્વર્ગ કહેવાય છે. કાંચનજંઘાના પર્વતોથી ઘેરાયેલું આ શહેરની સુંદરતા એવી છે કે બસ આંખે લાગી જાય. ગંગટોકમાં ઘણી એવી જગ્યા છે, તાશી ન્યૂ પોઇન્ટ આશરે આઠ કિલોમીટર દૂર છે, જ્યાંથી સમગ્ર ગંગટોકની સુંદરતાનો નજારો દેખાય છે.