આ કોરોનાની મહામારીને કારણે ઘરની બહાર નીકળવાનું ઓછુ થઇ ગયુ છે. ન ચાલવા જઇ શકાય છે ન તો ઘરમાં એવી સારી રીતે એક્સરસાઇઝ થઇ શકે છે. તેમાં પણ જંક ફૂડ તરફ આપણે પાછા વળી ગયા છીએ. ગમે તેટલો કંટ્રોલ કરવામાં આવે પણ જંક ફૂડનું સેવન અટકાવી શકાતુ નથી. તેવામાં શરીર વધવાની સમસ્યાનું સમાધાન આવતું નથી. તેથી જ જ્યારે પણ કોઇપણ પ્રકારનાં આર્યુવેદ કે ઘરગત્થુ ઉપાય અજમાવવામાં આવે ત્યારે સૌથી પહેલાં સંયમ જાળવવો જોઇએ અને જંકફૂડનું સેવન બંધ કરવું જોઇએ.