લાઇફસ્ટાઇલ ડેસ્ક: દોડતી ભાગતી લાઇફસ્ટાઇલને (Lifestyle) કારણે આપણે પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાનું ભૂલી જતા હોઇએ છીએ. જેના કારણે મોટાભાગનાં લોકોને અનેક પ્રકારનાં દુખાવા (pain) થતા હોય છે, વજન વધતું રહે છે. આ બધાથી છૂટકારો મેળવવા માટે લોકો વિવિધ પ્રકારની દવાઓ લેતા હોય છે. જે લાંબા ગાળે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે
બનાવવાની રીત- સૌ પ્રથમ આદુનો એક મોટો ટૂકડો, હળદર તેમજ તજ લઇને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરવા મુકો. થોડુ ગરમ થયા પછી તેમાં આ મિશ્રણને નાંખી દો. 5-7 મિનિટ તેને ઉકળવા દો. પછી ગેસ બંધ કરી દો, તો તૈયાર છે આદુ-હળદરનું પાણી. આ પીણામાં અનેક તત્વો રહેલા છે જે શરીરને અનેક બીમારીઓથી દૂર રાખે છે. આ સાથે આવું દૂધ રોજ પીવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.