લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણાં મોટેરાઓ કહી ગયા છે. કે આ જરાં વાગ્યુ છે તો હળદર ફાકી લે.. દુખાવો ઓછો થઇ જશે. સોજો આવી ગયો છે તો હળદરનો લેપ લગાવી લે.. માર વેરઇ જશે. એટલે કે કોઇપણ પ્રકારનો દુખાવો કેમ ન હોય હળદર તેમાં રાહત જરૂર આપે છે. ગળાનો દુખાવો હોય તો હળદરનું પાણી પીવો.. મૂઢ માર વાગ્યો છે તો હળદરનું દૂધ પીવો. કે પછી હળદર એમનેમ જ ફાંકી લો.. તમને રાહત અવશ્ય મળી જ જશે. ત્યારે આ કોરોના કાળમાં જો ડોક્ટરથી દૂર રહેવું છે હોસ્પિટલનાં આંટા નથી મારવાં તો સ્વસ્થ રહેવાનાં ઘરગથ્થુ ઉપાય જાણી લેવાં આવશ્યક છે. ચાલો ત્યારે નજર કરીએ હળદરનાં આવા જ ચમત્કારીક ઉપાય પર જે તમને સ્વસ્થ રાખશે અને સુંદર પણ.