એરંડો, આંબળા અને એલોવેરાનાં મિશ્રણથી બનાવો તેલ બમણી ઝડપે વધશે ટૂંકા વાળ
વાળમાં મોંધી ટ્રિટમેન્ટ (Beauty Treatment) અને કેમિકલ વાળી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાને બદલે જો આપનાં ઘરમાં (Home remedy) સરળતાથી મળતી આ વસ્તુઓ તમે અજમાવશો તો ખરતાવાળની સમસ્યાનું સમાધાન તમને મળી જશે.


લાઇફસ્ટાઇલ ડેસ્ક: પાતળા અને ખરતા વાળની સમસ્યા આજકાલ ખુબજ સામાન્ય થઇ ગઇ છે. સિઝનમાં સામાન્ય બદલાવ આવે તો પણ વાળ ઉતરવાનાં (Hair fall Control) શરૂ થઇ જાય છે. આ સમસ્યાનો ઉપાય અમે આપનાં માટે લઇને આવ્યાં છીએ. મોંધી ટ્રિટમેન્ટ (Beauty Treatment) અને કેમિકલ વાળી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાને બદલે જો આપનાં ઘરમાં (Home remedy) સરળતાથી મળતી આ વસ્તુઓ તમે અજમાવશો તો ખરતાવાળની સમસ્યાનું સમાધાન તમને મળી જશે.


આ માટે જરૂરી સામગ્રી સૌથી પહેલાં નોંધી લો. આ મિશ્રણને તાજુ જ બનાવવું. 1 ચમચી એરંડાનું તેલ, 2 ચમચી એલોવેરા જેલ, થોડૂક આંબળાનું જ્યુસ અને એક ચમચી ઓલિવ ઓઇલ


બનાવવાની રીત- સૌ પ્રથમ એક બાઉલમાં દરેક સામગ્રીને બરાબર મિક્સ કરી લો. તમે ઇચ્છો તો વાળના ગ્રોથના હિસાબથી તેને વધારે ઓછી કરી શકો છો. તે સિવાય ઓલિવ ઓઇલની જગ્યાએ તમે નારિયેળ તેલ કે અન્ય કોઇ પણ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.


ઉપયોગ કરવાની રીત- તેના માટે સૌથી પહેલા સ્કેલ્પ પર તેલ લગાવીને બરાબર મસાજ કરી લો. તેને ઓછામાં ઓછા એક કલાક માટે વાળમાં આ તેલ રહેવાં દો. બને તો રાત્રે જ આ તેલથી માલીશ કરી તેને આખી રાત રહેવા દેવું. અને બીજા દિવસે માથુ ધોવું.