બદલાતા વાતાવરણમાં ખાંસીથી છો પરેશાન, તો જરૂર અપનાવો આ ઘરેલુ ઉપચાર
ખાંસીમાં મધને (Honey) ઘરેલુ ઉપચારમાં (Home Remedies)શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ્સ રોગાણુ સામે લડવામાં સહાયક બને છે. આ ઉપરાંત ગળામાં થતી ખીચખીચ દૂર કરવામાં પણ મધ ઉપયોગી છે.


લાઇફસ્ટાઇલ ડેસ્ક: ઋતુ બદલાય (Double Season)ત્યારે મોટેભાગે લોકો શરદી, ખાંસીથી (Cough Problem) પરેશાન થતા હોય છે. પણ આ સ્થિતિ થોડા સમય પુરતી હોય છે અને ગળામાં શ્વાસ લેવાનો માર્ગ તેનાથી સાફ થઈ જાય છે. બાહરના કણો ખતમ થવાથી ખાંસી પણ જતી રહે છે. પણ ઘણીવાર ખાંસી સ્થાયી થઈ જતી હોય છે. આ સ્થિતિમાં ઉપચારની જરૂર પડે છે. તેની પાછળ ઘૂળ, માટી, પ્રદૂષણ જેવા ઘણાં કારણો હોય છે. સૂકી ખાંસી સાથે ગળામાં થતી બળતરાથી છુટકારો મેળવવા અહીં કેટલીક ઘરેલુ ટિપ્સ જણાવીએ છીએ. જેનાથી તમારી ખાંસી દૂર થઈ શકે છે.


મીઠાના પાણીના કોગળા- હુંફાળા પાણીમાં મીઠુ નાખીને તેના (Hot water and salt) કોગળા કરવાથી પણ ગળામાં રાહત થાય છે. ગળામાં થતી ખંજવાળ દૂર થવાની સાથે ફેફસામાં ભરાયેલો કફ પણ તેનાથી દૂર થાય છે. એક કપ ગરમ પાણીમાં એક ચતુર્થાંશ મીઠુ નાખીને તેનાથી દિવસમાં 2-3 વાર કોગળા કરવા જોઈએ. ગળામાં થતા ટોન્સિલમાં પણ તેનાથી ફાયદો થાય છે.


આદુ-આદુથી ખાંસીની તકલીફ દૂર થઈ શકે છે. દિવસમાં બે વાર કાળામરી અને આદુની (Ginger) ચા પીવાથી ખાંસીમાં રાહત મળે છે. મધ સાથે પણ આદુની ચા પી શકાય છે. જોકે, આ ઋતુમાં આદુની ચા વધારે પીવાથી પેટ પણ ખરાબ થઈ શકે છે એટલે તેને એક કે બે વાર જ પીવુ જોઈએ.


ફુદિનો-પિપરમેંટનું મેન્થોલ કમ્પાઉન્ડ ખાંસીને દૂર કરી શકે છે. ગળામાં બળતરા કે દુખાવામાં રાહત અપાવે છે. દિવસમાં બે-ત્રણ વાર ફુદિનાવાળી (peppermint)ચા પીવાથી ગાળામાં થતી ખાંસીની સમસ્યાથી રાહત મળે છે. એરોમાથેરપીના રૂપે તમે ફુદિનાના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. બદલાતા વાતાવરણમાં ફુદિનાનો ઉપયોગ લાભકારક હોય છે.


નીલગિરીનું તેલ- નીલગિરીના તેલથી શ્વાસનળીની સફાઈ થાય છે. નારિયેળ તેલમાં નીલગિરીના તેલના ટીપા નાખીને છાતી પર તેનાથી માલિશ કરો. આ ઉપરાંત ગરમ પાણીમાં નીલગિરીના તેલના ટીપા નાખીને તમે તેની વરાળ પણ લઈ શકો છો. નીલગિરીથી છાતી હલ્કી થઈ જાય છે અને શ્વાસ લેવામાં પણ આસાની થાય છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવતી જાણકારી અને સૂચના સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત જાણકારનો સંપર્ક કરો)