Home » photogallery » જીવનશૈલી » બાળકો સાથે ટ્રાવેલિંગ કરો છો? તો ખાસ સાથે રાખો આ વસ્તુઓ, નહીં કરે જરા પણ કજિયા

બાળકો સાથે ટ્રાવેલિંગ કરો છો? તો ખાસ સાથે રાખો આ વસ્તુઓ, નહીં કરે જરા પણ કજિયા

Travel tips with kids: ટ્રાવેલિંગ દરમિયાન બાળકોનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. ખાસ કરીને બાળક જ્યારે સાથે હોય ત્યારે એની વસ્તુઓ સાથે રાખવી ખૂબ જરૂરી છે. આ માટે નાસ્તો પણ એવો હોવો જોઇએ જે હેલ્ધી હોય જેના કારણે એ આખો દિસ એનર્જીથી ભરપૂર રહે.

विज्ञापन

  • 15

    બાળકો સાથે ટ્રાવેલિંગ કરો છો? તો ખાસ સાથે રાખો આ વસ્તુઓ, નહીં કરે જરા પણ કજિયા

    દૂધ સાથે રાખો: તમારું બાળક બહુ નાનું છે તો તમે દૂધની બોટલ હંમેશા સાથે રાખો. દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે જે બાળકમાં એનર્જી બનાવી રાખે છે અને સાથે એ સંકટ સમયમાં કામમાં આવે છે. જ્યારે પણ તમારું બાળક ભૂખ્યુ થાય તો એને દૂધ પીવા માટે આપી દો. દૂધ પીવાથી બાળક હેલ્ધી રહે છે અને સાથે એનર્જી પણ રહે છે. તમે બાળકને ફિડીંગ કરાવો છો તો ખાસ કરીને સાથે બ્રેસ્ટ પંપ પણ રાખો. આમ કરવાથી બાળકને કોઇ તકલીફ નહીં પડે. (Image/Canva)

    MORE
    GALLERIES

  • 25

    બાળકો સાથે ટ્રાવેલિંગ કરો છો? તો ખાસ સાથે રાખો આ વસ્તુઓ, નહીં કરે જરા પણ કજિયા

    ફ્રૂટ પ્યૂરી કેરી કરો: ટ્રાવેલિંગ દરમિયાન બાળકો સાથે છે તો તમે હંમેશા ફ્રૂટ પ્યૂરી કેરી કરો. આ બાળકને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. ફ્રૂટ જ્યૂસ બાકીના હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે તમે ફ્રેશ ફ્રૂટ પણ સાથે રાખી શકો છો. (Image/Canva)

    MORE
    GALLERIES

  • 35

    બાળકો સાથે ટ્રાવેલિંગ કરો છો? તો ખાસ સાથે રાખો આ વસ્તુઓ, નહીં કરે જરા પણ કજિયા

    ફ્રૂટ કેક રાખો: તમે બાળકો સાથે ટ્રાવેલિંગ કરો છો તો હંમેશા ફ્રૂટ કેક સાથે રાખો. આ કેકને તમે 10 થી 15 દિવસ સુધી સાચવી શકો છો. ટ્રાવેલિંગ સમય તમારા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. ફ્રૂટ કેકથી બાળકનું પેટ ભરાઇ જાય છે. (Image/Canva)

    MORE
    GALLERIES

  • 45

    બાળકો સાથે ટ્રાવેલિંગ કરો છો? તો ખાસ સાથે રાખો આ વસ્તુઓ, નહીં કરે જરા પણ કજિયા

    સિરીયલ્સ પેક કરો: તમે જ્યારે પણ બાળકો સાથે ટ્રાવેલિંગ કરો ત્યારે હંમેશા સિરીયલ્સ પેક સાથે રાખો. ખાસ કરીને ચોકલેટ ફ્લેવરની સીરીયલ્સ બાળકોને વધારે પસંદ હોય છે. સિરીયલ્સ બાળકો એમની આંગળીઓમાં ફસાઇને ખાય છે તો એમને મજા પડી જાય છે. આ સાથે જ પેટ પણ ભરાઇ જાય છે. (Image/Canva)

    MORE
    GALLERIES

  • 55

    બાળકો સાથે ટ્રાવેલિંગ કરો છો? તો ખાસ સાથે રાખો આ વસ્તુઓ, નહીં કરે જરા પણ કજિયા

    ડ્રાય ફ્રૂટ્સ સાથે રાખો: ત્રણ વર્ષથી મોટા બાળકો માટે તમે ટ્રાવેલિંગ દરમિયાન ડ્રાય ફ્રૂટ્સ હંમેશા તમારી સાથે રાખો. આ એક બેસ્ટ ઓપ્શન છે. આ સાથે જ તમે રોસ્ટેડ મખાના પણ સાથે રાખો છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી બાળકમાં સ્ટેમિના રહે છે. (Image/Canva)

    MORE
    GALLERIES