ફ્રેશનેસ માટે આપણે બધા પાણીથી ફેસ ધોઈએ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોં કેવી રીતે ધોવું જોઈએ? આવો જાણીએ ફેસવોશ કેવી રીતે કરવું જોઈએ? તેનાથી ત્વચા વધુ સારી રહેશે અને ડાઘ પણ સાફ થઈ જશે.
2/ 7
રાત્રે ચહેરો ધોવો મહત્વપૂર્ણ છે. સમગ્ર દિવસ દરમિયાન ધૂળ, માટી અને બેક્ટેરિયા સાફ કરવું મહત્વપૂર્ણ છે. સૂતી વખતે ચહેરો સાફ કરો. તે ચામડીને શ્વાસ લેવા દે છે અને ત્વચા તંદુરસ્ત રહેશે.
3/ 7
ચહેરાને ટુવાલથી રગડવાના બદલે મુલાયમ કાપડથી લપેટીને લૂસો. તે પણ ચહેરા પર ટેપ કરીને. વધારે રગડવાથી ચહેરા પર લાલા નિશાન પડી શકે છે.
4/ 7
દરરોજ ચહેરો સાફ કરવા માટે ટુવાલનો ઉપયોગ કરવાનું ટાળો. ટુવાલ પર પણ બેક્ટેરિયા ચોંટેલા હોય છે જે ચામડીને ખરાબ કરે છે.
5/ 7
દિવસમાં ઓછામાં ઓછા બે વખત ફેસવોશ કરો. તેનાથી વધુ ધોવાથી ચામડીનું કુદરતી તેલ ખતમ થઈ શકે છે. ચહેરાના ગ્લો પણ સમાપ્ત થઈ શકે છે.
6/ 7
મોં ધોતા પહેલાં યોગ્ય રીતે હાથ ધોવાનું ભૂલશો નહીં. ઘણા બેક્ટેરિયા હાથ પર અટવાઇ જાય છે, જે ત્વચાને બગાડી શકે છે. જો તમે આ ન કરો તો આ બેક્ટેરિયા ચહેરા પર ચોંટી શકે છે.
7/ 7
એક જ ફેસવૉશ વાપરો. વારંવાર બદલવાથી ચહેરાને નુક્સાન થઈ શકે છે. જો તમે ઇચ્છો તો, તમે ચામડીના ડૉક્ટર પાસેથી સ્કિન ટાઈપ અનુસાર સારું ફેસવોશ લખાવી શકો છો.