

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આ કોરોનાનાં સમયમાં જો શરીરમાં કોઇપણ બીમારી થાય તો તેનાં ઉકેલ માટે ડોક્ટરનાં દવાખાને જવું પડે છે. અને આ સમયમાં બને એટલું બહાર નીકળવું ટાળવું. આ માટે થઇને હેલ્ધી ખોરાક લેવો. અને ખોટી ટોવો ત્યજી દેવી ખુબજ જરૂરી છે. એવું નથી કે તમે હેલ્ધી ડાયટ લો એટલે તમે કોરોના સામેની જંગ જીતી ગયા. પણ જે તમારી ખરાબ આદત છે.. કૂટેવ છે તેને પણ ત્યજી દેવી જરૂરી છે. આજનાં સમયમાં આપણી કૂટેવને કારણે જ દર ત્રીજો યુવાન વ્યક્તિ સાંધાનાં દુખાવા એટલે કે જોઇન્ટ પેઇનથી પીડાય છે. આ બીમારી તેમને નાની ઉંમરથી જ થઇ જતી હોય છે.


તેથી જ તો આ બીમારીઓ દૂર કરવા માટે અમુક પદાર્થનાં સેવન ટાળવા જોઇએ. તેમાં પણ એવાં પદાર્થ જે શરીરમાં કેલ્શિયમનાં સ્ત્રોતને નુક્શાન કરતાં હોય જેને કારણે હાડકાં નબળાં પડતાં હોય. શરીર અશક્ત થઇ જતુ હોય અને તમને થાક લાગતો હોય. આવી તમામ વસ્તુઓનું સેવન ટાળવું જોઇએ. ચાલો ત્યારે નજર કરીએ એવાં 4 પદાર્થ પર જેનું વ્યસન જો હોય તો આજે જ છોડવાની જરૂર છે.


ઠંડા પીણા : બજારમા મળતા આ ઠંડા પીણાઓમાં કાર્બન ડાયોક્સાઈડ અને ફોસ્ફરોસનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને નબળા બનાવે છે. તેને અંદરથી ઓગળી દેવાનું કામ કરે છે.


મીઠું : જો તમને આગળ પડતું મીઠું ખાવાની ટેવ છે તો અત્યારથી જ સતર્ક થઇ જજો. કારણ કે, મીઠાંનું વધુ પડતું સેવન હાડકાં નબળા પાડી દે છે. વાસ્તવમાં નમકમાં સોડિયમ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરમા ગયા બાદ કેલ્શિયમને યૂરીન દ્વારા શરીરમાથી બહાર કાઢી નાખે છે.


દારૂ : જો તમે દારૂનું એક હદથી વધુ પ્રમાણે સેવન કરો છો તો તે શરીરમાંથી કેલ્શિયમની માત્રા સાવ ઘટાડી દે છે. તેમજ હાડકા નબળાં પડી દે છે તેથી તેનું સેવન ન જ કરવું જોઇએ.