લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં પગની નસોમાં ગુચડા થવાનું અને નસોમાં જકડન થવાનું કે નસ પર નસ ચડી જવાની સમસ્યા સતાવતી હોય છે. જેને કારણે પગ જકડાઇ જાય છે. અને ચાલવામાં તકલીફ થાય છે. આ સમસ્યા મોટા ભાગે ગર્ભાવસ્થા દરમિયાન, વધતી ઉંમરને કારણે, કે શરીરમાં પાણીની કમીને કારણે મોટે ભાગે થાય છે. આ કારણે પગમાં સોજા પણ ચઢી જાય છે. મેદસ્વી લોકોમાં પણ આ સમસ્યા બહુ જોવા મળે છે. ચાલો ત્યારે જાણીયે, હાથ, પગ અને ચેતામાં ખેંચાણ કેમ આવે છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો