લાઇફસ્ટાઇલ ડેસ્ક: વેક્સિંગ કરવાથી ત્વચાનો મેલ નીકળી જાય છે. અને તે સુંદર દેખાય છે. પણ ઘણી મહિલાઓને વેક્સિંગ કરાવ્યાં બાદ અલગ પ્રકારની મુશ્કેલ થવા લાગે છે. તેમને હાથ પગ પર ફોલ્લીઓ અને ખંજવાળની સમસ્યા થાય છે જે તેમને લાંબા સમય સુધી તકલીફ આપે છે. ત્યારે આ તકલીફ દૂર કરવાં માટે શું કરવું તેની ખાસ ટિપ્સ અમે આપનાં માટે લઇને આવ્યાં છીએ.
<br />વેક્સિંગ પછી, એલોવેરા જેલનો ઉપયોગ કરો. તેનાંથી સ્કિનનાં રોમછિદ્રોમાં એલોવેરાનો ગર્ભ ભરાશે.. અને ફોલ્લી અને ખંજવાળમાં રાહત મળશે. આ માટે, એલોવેરાના જેલ કાઢી લો અને તેને બોક્સમાં ભરી લો. વેક્સિંગ કર્યા પછી, આ જેલને ત્વચા પર લગાવો અને તેને મસાજ કરો. તમે તેને લગાવીને સુઇ શકો છો. તેને પાણીથી ધોવાની જરૂર નથી.
જો તમને વેક્સ કર્યા પછી ત્વચા પર ફોલ્લીઓ થઈ રહી છે, તો પછી થોડો સમય બરફથી તેને થોડુંક ઘસવું. જ્યાં સુધી ફોલ્લીઓ ઓછી ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયાને અજમાવો. જો તમને ઝડપી રાહત જોઈતી હોય, તો તમે બરફ સાથે એલોવેરા અથવા કાકડીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક ટ્રેમાં એલોવેરા અને કાકડીનો રસ પાણી સાથે નાંખો અને તેને ફ્રીઝરમાં સ્ટોર કરો.