

હાલમાં જ્યારે મોટાભાગની કંપનીઓ દ્વારા વર્ક ફ્રોમ હોમની સેવા તેમનાં સ્ટાફને આપવામાં આવી છે ત્યારે ઘરેથી કામ કરવામાં ઘણી વખત ગરદન જકડાઇ જવાની સમસ્યા સર્જાઇ શકે છે. તેવામાં જો આ અસહ્ય દુખાવાને દૂર કરવા માટે આ સહેલાં ઉપાય કરવામાં આવે તો આ દર્દમાંથી છૂટકારો મળી શકે છે.


-પિપરમિન્ટ તેલ યૂઝ કરવા માટે ઠંડા પાણીમાં પિપરમિન્ટ તેલના ટીપા નાંખો. ત્યારબાદ કોઇ કપડાને તેમાં ડુબાળીને ડોક પર 10 -15 મિનીટ માટે રાખો. આમ કરવાથી ગરદનની અકડન ઓછી થઇ જશે.


-એક નેપકિનને સફરજનનાં વિનેગરથી પલાળીને તેને ગરદન પર મુકો. જેને એક કલાક ગળા પર રહેવા દેવાથી ફાયદો થશે. આ પ્રયોગ દિવસમાં બેથી ત્રણવાર કરી શકો છો.


-ગરદન અકડાઇ જવા પર સિંધવ મીઠું ઘણુ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગ માટે ટબમાં હુંફાળુ પાણી ભરો અને તેમાં 2 કપ સિંધવ મીઠું નાંખો. 15-20 મિનીટ માટે પાણીમાં પોતાની ડોકને એવી રીતે સેટ કરો કે ગરદન પર પાણીનો શેક મળતો રહે. તેનાથી ગરદનને ઝડપી આરામ મળશે.


-તેલની માલિશ કરવાથી માંસપેશિઓને આરામ મળે છે અને તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે. ગરદન પર માલિશ કરવા માટે કોઇ પણ તેલને હળવું ગરમ કરીને હળવા હાથે ડોક પર મસાજ કરી શકો છો.


-હળદર માંસપેશિઓ માટે ફાયદાકારક હોય છે. એક કપ દૂધમાં 1 ચમચી હળદર ભેળવીને પીઓ. તેનાથી શરીરની માંસપેશિઓને આરામ મળશે અને અકડન પણ દૂર થઇ જશે.