રસોઈના ગંદા વાસણોને ચમકાવવા ખૂબ જ અઘરુ હોય છે. ખાસ કરીને વાસણ જો લાકડાના હોય તો, તેની સાવધાનીપૂર્વક સાફ કરવા જોઈએ. હકીકતમાં આપણે જ્યારે બજારમાંથી તેને ખરીદી લાવીએ છીએ તો, તે ખૂબ જ સ્ટાઈલિશ અને દેખાવે સારા હોય છે. પણ જેમ જેમ આપણે તેનો ઉપયોગ કરતા જઈએ તેમ તે તેલ અને મસાલા લાગીને તે કાળા અને દેખાવે વિચિત્ર થઈ જતાં હોય છે. ત્યારે આવા સમયે આપ સિંપલ ઉપાયથી તેને નવા જેવા બનાવી શકશો.
જો આપ લાકડાના વાસણનો ઉપયોગ કરી લીંબુના રસથી તેને સાફ કરશો તો તેની ચિકણાશ સરળતાથી દૂર થઈ જશે. તેના માટે આપ પહેલા વાસણ સાફ કરી લો.બાદમાં ગરમ પાણીમાં એક બે ટીપા લીંબુનો રસ નાખો. હવે લાકડાના વાસણને 15 મીનિટ માટે તે પાણીમાં ડૂબાડીને રાખો. જો ડાઘ વધારે ગાઢ હોય તો, તેને પાણીમાં મુકી રાખો. બાદમાં તેને બહાર કાઢી કોઈ કાપડથી રગડીને સાફ કરી લો. વાસણ સરળતાથી સાફ થઈ જશે.
ઘાટ્ટા ડાઘને દૂર કરવા માટે આપ લીંબુ અને બેકીંગ સોડાના મિશ્રણમાં લાકડાના વાસણને ચમકાવી શકો છો. તેના માટે 4 ચમચી બેકીંગ સોડામાં એક લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને લાકડાના વાસણ પર લગાવો અને થોડી વાર વાસણને ગરમ પાણીથી થોડી લો. બાદમાં કપડાથી સાફ કરી લો. તેનાથી વાણસની સ્મૈલ ગાયબ થઈ જશે.