બીટની છાલનો હલવો: બીટનો હલવો તમે મિનિટોમાં તૈયાર કરી શકો છો. આ સ્વાદિષ્ટ હલવો બનાવવા માટે બહુ સમય લાગતો નથી. આ હલવો તમે ફટાફટ ઘરે બનાવી શકો છો. આ હલવો બનાવવા માટે સૌ પ્રથમ બીટની છાલ લો અને કડાઇ મુકીને ઘી ગરમ કરી લો. ઘી ગરમ થઇ જાય પછી ઝીણેલું બીટ નાંખો અને મિક્સ કરી લો. તો તૈયાર છે બીટનો હલવો. આ હલવો ખાવાની મજ્જા પડી જાય છે. (Image-Canva)
બીટની છાલનો સોસ: બીટની છાલનો સોસ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ખાટો-મીઠો બીટનો સોસ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. આ સોસ તમે એક વાર ખાશો તો વારંવાર ખાવાની ઇચ્છા થઇ જશે. આ માટે એક પેન લો અને એમાં પાણી લો. પછી એક કપ પાણીમાં છીણેલી છાલ નાંખો અને થોડી વાર માટે થવા દો. ત્યારબાદ મિક્સરમાં આ વસ્તુને બ્લેન્ડ કરી લો. હવે આમાં મીઠું, લીંબુ, આદુ અને જીરું મિક્સ કરીને ફરીથી બ્લેન્ડ કરી લો. તો તૈયાર છે સોસ. (Image-Canva)