Home » photogallery » જીવનશૈલી » નારિયેળ તોડવાની આટલી સરળ ટ્રિક્સ નહીં જાણતા હોવ તમે! અત્યારે જ જોઇ લો

નારિયેળ તોડવાની આટલી સરળ ટ્રિક્સ નહીં જાણતા હોવ તમે! અત્યારે જ જોઇ લો

Tips and tricks: સૂકા નારિયેળનો ઉપયોગ તમે ભોજન બનાવવામાં પણ કરી શકો છો. પરંતુ આ માટે નારિયેળને બજારમાંથી લાવ્યા બાદ તોડવું જરૂરી છે.

  • 17

    નારિયેળ તોડવાની આટલી સરળ ટ્રિક્સ નહીં જાણતા હોવ તમે! અત્યારે જ જોઇ લો

    How To Open Coconut: ગરમીની સિઝનમાં નારિયેળનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. તમે નારિયેળના પાણી અને ફળ બંનેનો ઉપયોગ કરીને સ્વાસ્થ્યને વધુ સારું બનાવી શકો છો. નારિયેળમાં મોટી માત્રામાં સોડિયમ, પોટેશિયમ અને અન્ય મિનરલ્સ હોય છે. જેની મદદથી તમે ગરમીની સિઝનમાં હાઈડ્રેટ રહી શકો છો. તો બીજી તરફ સૂકા નારિયેળનો ઉપયોગ તમે ભોજન બનાવવામાં પણ કરી શકો છો.પરંતુ આ માટે નારિયેળને બજારમાંથી લાવ્યા બાદ તોડવું જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 27

    નારિયેળ તોડવાની આટલી સરળ ટ્રિક્સ નહીં જાણતા હોવ તમે! અત્યારે જ જોઇ લો

    જો તમે નારિયેળને સરળતાથી નથી તોડી શકતા તો અહીં તમને નારિયેળ તોડવાની આસાન ટ્રિક્સ જણાવવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 37

    નારિયેળ તોડવાની આટલી સરળ ટ્રિક્સ નહીં જાણતા હોવ તમે! અત્યારે જ જોઇ લો

    ફ્રિઝરનો કરો ઉપયોગ: જો તમે નારિયેળને સરળતાથી તોડવા માંગો છો, તો એક દિવસ પહેલાં નારિયેળની છાલને ઉતારીને તેને એક રાત ફ્રીઝરમાં રાખો. સવાર સુધી નારિયેળ જામી જશે. હવે નારિયેળની ચારેય બાજુ હળવા હાથે હથોડો મારો. તમે જોઈ શકશો કે નારિયેળ સરળતાથી તૂટી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 47

    નારિયેળ તોડવાની આટલી સરળ ટ્રિક્સ નહીં જાણતા હોવ તમે! અત્યારે જ જોઇ લો

    ઓવનનો ઉપયોગ: તમે ઘરમાં રહેલા માઇક્રોવેવ ઓવનની મદદથી સરળતાથી નાળિયેર તોડી શકો છો. આ માટે સૌપ્રથમ નારિયેળની ઉપરની છાલને યોગ્ય રીતે દૂર કરો. ત્યારબાદ ઓવનને 40 ડિગ્રી પર પ્રીહિટ કરી લો. હવે નાળિયેરને એક મિનિટ માટે ઓવનમાં મૂકો. ત્યારબાદ નારિયેળને ઓવનમાંથી બહાર કાઢો.

    MORE
    GALLERIES

  • 57

    નારિયેળ તોડવાની આટલી સરળ ટ્રિક્સ નહીં જાણતા હોવ તમે! અત્યારે જ જોઇ લો

    જ્યારે નારિયેળ થોડું ઠંડુ થાય, ત્યારે તેને હથોડી વડે બધી બાજુએ હળવા હાથે મારો. આવું કરવાથી નારિયેળ સરળતાથી તૂટી જશે.

    MORE
    GALLERIES

  • 67

    નારિયેળ તોડવાની આટલી સરળ ટ્રિક્સ નહીં જાણતા હોવ તમે! અત્યારે જ જોઇ લો

    ગેસ સ્ટવથી નારિયેળ તોડો: ઉપર જણાવેલી 2 ટ્રિક્સ ઉપરાંત પણ નારિયેળને તોડવા માટે સરળ વિકલ્પ છે. રસોડામાં રહેલા ગેસ સ્ટવનો ઉપયોગ કરીને તમે સરળતાથી નારિયેળ તોડી શકો છો. આ માટે નારિયેળની છાલ ઉતારીને તેને ગેસ બર્નર પર રાખો. હવે ગેસ ચાલુ કરો અને 2 મિનિટ સુધી તેને શેકાવા દો.

    MORE
    GALLERIES

  • 77

    નારિયેળ તોડવાની આટલી સરળ ટ્રિક્સ નહીં જાણતા હોવ તમે! અત્યારે જ જોઇ લો

    થોડી-થોડી વારે નાળિયેરને ફેરવતા રહો. હવે તમે તેને ગેસ પરથી ઉતારી લો અને તેને હળવા હાથે જમીન પર પછાડો. આવું કરવાથી નારિયેળ સરળતાથી નીકળી જશે અને બચેલા નાળિયેરને તમે ચાકુની મદદથી કાઢી શકો છો. (Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. Gujarati news 18 તેની પુષ્ટિ કરતુ નથી, તેનો અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતોનો સંપર્ક કરવો.)

    MORE
    GALLERIES