વસંત પંચમીના દિવસનું અનેરું મહત્વ હોય છે. આ દિવસને ખાસ બનાવવા માટે લોકો જાતજાતની તૈયારીઓ કરતા હોય છે. વસંત પંચમીના દિવસે ઘરે તમે મિત્રોને બોલાવી રહ્યા છો તો ઘરમાં મસ્ત માહોલ બનાવો. આ મસ્ત માહોલથી લોકો ખુશ થઇ જશે અને તમારા ઘરની રોનક કંઇક અલગ જ લાગશે. આ માટે તમે ઘરને સજાવવા માટે ઘરમાં ગુલાબના ફુલો તેમજ ઓરિજનલ ફુલોથી ખુણાઓને સજાવી શકો છો. આ સાથે જ પીળા રંગના ટ્યૂલિપ પણ એક બેસ્ટ ઓપ્શન છે. આ ફુલોને તમે કોર્નર ટેબલ, ડાયનિંગ ટેબલ તેમજ સેન્ટર ટેબપ પર મુકીને સજાવી શકો છો. Image : Canva
વસંત પંચમી પર તમે પીળા રંગના ફૂલોનું તોરણ પણ બનાવીને ઘરને સજાવી શકો છો. પીળા રંગનું તોરણ મસ્ત લાગે છે. આ તોરણ તમે જાતે જ ઘરે તૈયાર કરી શકો છો. આ માટે તમે જૂના તોરણની સાથે ફૂલોથી સજાવો છો તો મસ્ત લાગે છે. આ તોરણ તમારે દરવાજા પર લગાવવું. આ ફૂલની સુગંધ ઘરમાં તેમજ બહાર એમ બધી જગ્યાએ આવે છે. આ સાથે જ ઘરમાં પોઝિટવિટ માહોલ આવે છે. Image : Canva