હોલમાર્ક ચેક કરો: ગોલ્ડ જ્વેલરી ખરીદતી વખતે હોલમાર્ક ચેક કરવાનું ભૂલશો નહીં. ગોલ્ડ જ્વેલરી પરનું હોલમાર્ક સર્ટિફિકેશન બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડના દ્રારા જારી કરવામાં આવે છે, જેના કારણે તમને એ વાતની જાણ થાય છે કે સોનું અસલી છે કે નકલી. આમ જ્યારે પણ તમે સોનું લો ત્યારે ખાસ કરીને હોલમાર્ક ચેક કરી લો.
નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરો: અસલી અને નકલી સોનાની ઓળખ કરવા માટે નાઇટ્રિક એસિડનો ઉપયોગ તમે કરી શકો છો. આ માટે તમે નાઇટ્રેક ટેસ્ટ કરાવવા માટે સોનાને હળવું સ્ક્રેચ કરો અને આની પર નાઇટ્રિક એસિડના કેટલાક ટીંપા નાંખો. એવામાં જ્વેલરીના કલરના રૂપમાં બદલાઇ જાય છે અને સોનાની ઓળખ થઇ જાય છે. આ એક આઇડિયા બેસ્ટ છે.
સફેદ સરકાની મદદ લો: સફેદ સરકાની મદદ પણ તમે લઇ શકો છો. સરકાની મદદથી તમે સોનું અસલી છે કે નકલી એ વિશેની જાણ કરી શકો છો. એવામાં ગોલ્ડ જ્વેલરી પર સરકાના કેટલાક ટીપાં નાંખો. આમ કરવાથી સોનાનો રંગ બદલાઇ જશે. આમ, તમને જણાવી દઇએ કે અસલી સોના પર સરકો નાંખવાથી કોઇ ફરક જોવા મળતો નથી અને રંગ એ જ રહે છે. આમ, તમારે ઠગાવું ના હોય તો આ રીતે સોનાની ઓળખ કરવી ખૂબ જરૂરી છે.
પાણીથી શુદ્ધ કરો: પ્યોર ગોલ્ડની ઓળખ કરવા માટે તમે ફ્લોટિંગ ટેસ્ટ કરી શકો છો. આ એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે ગોલ્ડ જ્વેલરીને પાણીમાં નાંખો. એવામાં અસલી સોનું ભારે થઇને પાણીમાં તરત ડુબી જશે. જ્યારે લાઇટ વેટ હોવાને કારણે નકલી સોનું પાણી તરવા લાગશે. આ એક સરળ પ્રોસેસ છે જેની મદદથી તમે ચેક કરી શકો છો.