નવરાત્રી આવી રહી છે. અને તે પછી દિવાળી પણ ટૂંક સમયમાં જ આવશે. તો કોરોનાના આ સમયે જો તમે બ્યૂટીપાર્લરમાં મોંઘા ખર્ચા કરવાના બદલે ઘરે જ રસોઇની સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને ચમકતી અને કોમળ ત્વચા મેળવી શકો છો. આ માટે અમે તમને આજે કેટલીક બ્યૂટી ટિપ્સ આપી રહ્યા છીએ. દહીંના આ ઉપચારો તમારા ચહેરીની ચમક વધશે.
દહીંનો ઉપયોગ પ્રાચીન સમયથી ત્વચાની સુંદરતા વધારવા માટે થાય છે. દહીંની અંદર રહેલા ગુણોથી તમારી ત્વચા પ્રાકૃતિક રીતે બ્લીચ થાય છે. અને દહીંના ઉપયોગથી ત્વચા કોમળ અને મુલાયમ બને છે. સાથે જ ત્વચાનો મેલ ઓછો કરવામાં પણ દહીંના ઉપાય મદદરૂપ થાય છે. વળી તે કોણી અને ઘૂંટણની કાળાશ ઓછી કરવામાં પણ મદદરૂપ થાય છે.
ચહેરોની ચામડી સૂકી થઇ ગઇ છે તો દહીંમાં મધ અને કેળાના નાના એક બે ટૂકડાને ક્રશ કરીને ચહેરા પર લગાવો. અને 15 મિનિટ પછી ચહેરો સાફ કરી લો. આમ કરવાથી ચહેરો કોમળ બનશે અને સુષ્ક ત્વચા પણ નહીં રહે. ડિસ્કેલમર : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી આની કોઇ પુષ્ટી નથી કરતું. ઉપયોગમાં લેતા પહેલા જાણકાર કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.