

સ્પિલ ડિસ્કની (Slip Disc) સમસ્યા ભારતના અનેક લોકો માટે મોટી સમસ્યા છે. આ સમસ્યાથી દેશના 80 ટકા યુવાનો ઝઝૂમી રહ્યા છે. આજે પણ આ બિમારીની કોઇ સારવાર ડૉક્ટર્સ (Doctors) પાસે નથી. સ્લિપ ડિસ્કમાં લોકોને કમર અને ગળાની આસપાસ તીવ્ર દુખાવો થાય છે. અને પેનકિલર લેવા સિવાય લોકો પાસે કોઇ છૂટકો નથી હોતો. પણ યોગ (Yoga) આ સમસ્યામાં તમને થોડી રાહત ચોક્કસથી આપશે. આ સમસ્યામાં મદદરૂપ થતા ચાર યોગસન વિષે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ.


શવાસન (Shavasana) : શવાસન યોગ વિજ્ઞાનનો સૌથી મુશ્કેલ આસન મનાય છે. તેને કોઇ પણ આસનના અંતમાં કરવામાં આવે છે. શવાસનથી તમારા શરીરની આંતરિક ઉર્જા તમને અંદરથી હિલ કરે છે. શરીરની આ પ્રાકૃતિક ઊર્જા તમારા શરીરમાં સમાઇને તમામ બીમારી કે સમસ્યાને ઠીક કરવામાં તમને મદદ કરે છે.


ઉષ્ટ્રાસન (Camel Pose) આ આસન કરોડરજ્જૂ અને તેનાથી જોડાયેલા હાડકાની સમસ્યાને દૂર કરવામાં કારગર સાબિત થાય છે. આ આસનમાં શરીરને ઊંટની મુદ્રામાં રાખવામાં આવે છે. જેમાં ચિત્રમાં બતાવ્યું તેમ પગ પકડી માથુ પાછળની તરફ લઇ જવામાં આવે છે. આનાથી કરોડરજ્જૂ પર સકારાત્મક દબાણ થાય છે.


શલભાસન (Locust Pose) આ આસનથી પેટના બળે જમીર પર સઇ જઇને કમરના ભાગને નીચે રાખી હાથ અને પગથી ઊંચા થવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સ્થિતમાં રોજ યોગભ્યાસ કરવાથી તમને કમરના દુખાવામાં રાહત મળશે. અને વળી સ્લિપ ડિસ્ક સિવાય પણ તમને કોઇ પ્રકારનો કમરનો દુખાવો રહેતો હોય તો આ આસન તમને રાહત આપશે.


ભુજંગાસન (Cobra Pose) ભુજંગાસનમાં યોગ કરનારને છાતીનો ભાગ ફોટોમાં બતાવ્યો તે રીતે ઊંચો કરવાનો છે. આ આકૃતિમાં કરોડ રજ્જુ પર દબાવ પડે છે. અને તેને જૂની સ્થિતિમાં જવામાં મદદ મળે છે. આ યોગાસન સૂર્ય નમસ્કારનો એક ભાગ પણ છે. જે તમારા શરીરને લચીલું રાખે છે. શરૂઆતમાં યોગમાં થાય એટલી જ કસરત કરવાની અને ધીરે ધીરે આ તમામ કસરતો વ્યવસ્થિત થાય તેવો પ્રયાસ કરવાનો. જો કે દુખાવો વધે તો આ કસરત રહેવા દેવી અને કરતા પહેલા વિશેષજ્ઞની સલાહ લેવી.