દરેક વ્યક્તિને ઉંમરની અસર દેખાય એ ગમતુ હોતુ નથી. મહિલા હોય કે પુરુષ..દરેક લોકોને હંમેશા જવાન દેખાવુ ગમતુ હોય છે. ઉંમર વધવાની સાથે એક નેચરલ પક્રિયા થાય છે જેને તમે રોકી શકતા નથી. આમ, તમે લાંબા સમય સુધી જવાન રહેવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે કામની છે. દુનિયામાં અમેરિકાના હાર્વર્ડ મેડિકલ ઇન્સ્ટીટ્યૂટની પ્રતિષ્ઠા વિશે દરેક લોકો જાણે છે. હાર્વર્ડ મેડિકલે અનેક સંશોધન અનુસાર પર દાવો કર્યો છે કે જવાનીને હંમેશા લાંબા સમય સુધી મસ્ત રાખવા માટે હેલ્ધી ખાન-પાન અને લાઇફ સ્ટાઇલ બહુ જરૂરી છે.
તમે સ્કિનને હંમેશા માટે જવાન રાખવા ઇચ્છો છો તો નટ્સ ખાવાનું શરૂ કરી દો. જેમ કે બદામ, અખરોટ, પિસ્તા, કાજૂ વગેરે..નટ્સમાં એન્ટી એન્જિંગ ગુણ હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે જેમાં પ્રોટીન અને ઓમેગા 3 રહેલા હોય છે. આ સ્કિનને હેલ્ધી રાખે છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે સ્કિન પર ઉંમરની અસર દેખાડતુ નથી. આ સિવાય કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલ કરે છે.