

કોરોના સંક્રમણ (Covid19)માં અનેક લોકો વર્ક ફ્રોર્મ હોમ કરી રહ્યા છે. બેસવાની અયોગ્ય રીતના કારણે અને ઘરના કામ કાજના ભારના કારણે તેને ગળાના હાડકાં અને માંસપેશીઓ પાસે દુખાવાની સમસ્યા સામે આવી રહી છે. વળી ધણીવાર સૂતી વખતે ગળાના ભાગ પર ભાર પડવાના કારણે દુખાવાની સમસ્યા થાય છે. તો જો તમે પણ ગળાની આસપાસના ભાગમાં અસહ્ય દુખાવાની સમસ્યાનો ભોગ બની રહ્યા હોવ તો આ યોગાસનો તમારે રોજ કરવા જોઇએ. જેનાથી સ્નાળુઓમાં લચક આવશે અને દુખાવામાં રાહત રહેશે.


બાલ આસન કે શિશુ આસન - આ યોગાસન કમર અને ગળાના દુખાવામાં રાહત આપે છે અને માંસપેશીઓને ખેંચીને આરામ આપે છે. આને કરવા માટે પહેલા ચિત્રમાં બતાવ્યું તે મુજબ ઘૂંટળિયા બેસી જાવ અને પથી હાથને આગળથી તરફ ખેંચીને ચિત્રમાં બતાવ્યું છે તેમ નમાવો. આમ કરવાથી તમને રાહત મળશે.


બીતિલી આસન કે ગૌ મુદ્રા આ આસન માટે પહેસા હાથ અને પગ ચિત્રમાં બતાવ્યા છે તે રીતે મુકો. પછી તમારા કમરના ભાગને હળવેથી ઊંચા અને નીચો કરો અને આમ કરતા 2 સેકન્ડનો હોલ્ડ રાખો. આ મુદ્રામાં શ્વાસ લેતા પેટને બહાર નીકાળો અને શ્વાસ અંદર ખેંતીને કમરને ઉપરની બાજુ લઇ જાવ. આમ 5 થી 10 મિનિટ નિયમિત કરો.


ત્રિકોણ આસન- ત્રિકોણ આસન માટે સૌથી પહેલા જમીન પર ઊભઆ હો. પછી પોતાના પગને ત્રણ ફૂટ દૂર કરો. શ્વાસ લો અને ડાબા હાથથી તમારા ડાબા પગના અંગૂઠાને અડવાનો પ્રયાસ કરો. પછી સીધા થવા અને હવે જમણા હાથથી જમણા પગના અંગૂઠાને પકડો. અને માથું ઊંચુ કરવાનો પ્રયાસ કરો.


શવાસન- આને સૌથી સરળ આસન માનવામાં આવે છે. પણ આ કરતી વખતે તમારે શ્વાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ માટે આરામથી જમીન પર સુઇ જાવ. હાથ અને પગ થોડા ખોલો. હથેળી આકાશ તરફ રાખો. અને 5 મિનિટ આ આસન કરો.


શવાસન- આને સૌથી સરળ આસન માનવામાં આવે છે. પણ આ કરતી વખતે તમારે શ્વાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ માટે આરામથી જમીન પર સુઇ જાવ. હાથ અને પગ થોડા ખોલો. હથેળી આકાશ તરફ રાખો. અને 5 મિનિટ આ આસન કરો. ડિસ્કેમર- ઉપરોક્ત જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતની તેની પુષ્ટી નથી કરતો. આ ઉપાય કરતા પહેલા જાણકારોની સલાહ લેવી જરૂરી છે.