અનેક લોકો હાલ ચહેરાની સુંદરતા વધારવા માટે ફેસપેકનો ઉપયોગ કરે છે. વળી હાલના કોરોના કાળમાં બ્યૂટીપાર્લર જવું રિસ્કી તો છે જ. ત્યારે જો તમે ઘરની વસ્તુઓનો ઉપયોગ તમે ચહેરાની ચમક બનાવી શકતા હોવ તો પછી બ્યૂટીપાર્લરના મોંઘા ખર્ચા કેમ કરવા. આજે અમે તમને આવા જ કેટલાક સરળ ફેસપેક વિષે જણાવીશું. જે તમારા ચહેરાને અંદરથી સુંદરતા આપશે.
જો કે તમે જ્યારે પણ ફેસપેક લગાવો ત્યારે આ પહેલા એક બ્યૂટી રૂટીન ફોલો કરવાનું રાખો. જેનાથી ચહેરાનો ગ્લો વધશે. આ બ્યૂટી રૂટીન મુજબ ચહેરા પર ફેસપેક લગાવવા પહેલા ચહેરાને પર 2 મિનિટ કાચુ દૂધ લગાવી રાખો અને તે પછી ચહેરાને કોટનથી સાફ કરી લો. આ પછી 1 ચમચી મીઠામાં 2-5 નારિયેળના ડ્રોપ નાંખો. અને હવે આ સ્ક્રબરથી ચહેરાને થોડું સ્ક્રબ કરો. અને હવે ચહેરાને સાફ કરી લો. તમે ઇચ્છો તો આ પછી 2-3 મિનિટ માટે સ્ટીમ પણ લઇ શકો.
નોર્મલ સ્કીન માટે એલોવેરા જેલમાં, લીમડાના પાનના રસમાં 2-5 ટીપા મિક્સ કરો. અને તે મિશ્રણમાં મધ અને ચપટી હળદર મિક્સ કરો. અને તેને ચહેરા પર લગાવો. આમ કરવાથી ચહેરા પર ખીલની સમસ્યામાં પણ રાહત રહેશે. ઉલ્લેખનીય છે કે મહિનામાં બે થી ત્રણ વાર આ સ્ક્રીન રૂટીન ફોલો કરશો તો તમારા ચહેરા પર હંમેશા બ્યૂટીપાર્લર જેવો જ ગ્લો રહેશે. Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય માહિતી પર આધારીત છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વાતની પુષ્ટી નથી કરતું. ત્યારે આને ઉપયોગમાં લેવા પહેલા જાણકાર કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.