દુનિયાભરમાં હાલમાં અંગ દાનને લઈ ચર્ચાઓ ચાલી રહી છે, તો આ બાજુ વિજ્ઞાને નવો આવિસ્કાર કરી અંગ પ્રત્યારોપણની સમસ્યાને પહોંચી વળવા નવી રીત શોધી કાઢી છે. સારવાર ક્ષેત્રે વૈજ્ઞાનિકો ઝડપથી ક્રાંતીકારી પગલા વધારી રહ્યા છે. જાણકારી અનુસાર, ગંભીર બીમારીથી પરેશાન લોકોના શરીરમાં ભૂંડનું હૃદય લગાવવાની સંભાવના ઘણી વધી ગઈ છે.
વૈજ્ઞાનિકોએ આને મીલનો પથ્થર બતાવ્યો છે. એક પશુના સ્વસ્થ્ય હૃદયને બીજી પ્રજાતીના શરીરમાં પ્રત્યારોપણ કરવાની પ્રક્રિયાને એક્સેનાટ્રાંસપ્લાન્ટેશન કહેવામાં આવે છે. નેચરલ જર્નલમાં પ્રકાશિત આ અધ્યયનમાં માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રક્રિયાથી ભવિષ્યમાં માણસને પણ નવું જીવન આપી શકાશે. પ્રત્યારોપણ માટે ભૂંડની જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવ્યો, જેથી બીજી પ્રજાતિની પ્રતિક્રિયાને દબાવી શકાય.