થાઈલેન્ડના રાજા મહા વાચિરાલોંગકોંન (King Maha Vajiralongkorn)એ પોતાની પત્નીને એક વર્ષ સુધી જેલમાં કેદ રાખ્યા બાદ હવે તેમની સજા માફ કરી દીધી છે અને તેમને હરમમાં ફરીથી સામેલ થવાની મંજૂરી આપી દીધી છે. રાજાએ 35 વર્ષીય સિનનેત વોંગવાજીરાપાકડીની સાથે લગ્ન કર્યા હતા પરંતુ 3 મહિના બાદ જ તેમની પર બેવફાઈનો આરોપ લગાવીને જેલમાં ધકેલી દીધા હતા. (તસવીર- AFP)
જેલમુક્તિ બાદ તરત જ તેમની પત્નીને જર્મનીમાં રાજાના હરમમાં સામેલ થવા માટે મોકલી આપવામાં આવ્યા છે. જર્મનીના અખબાર બિલ્ડ મુજબ, મહા વાજિરાલોંગકોર્ન ઉર્ફે રામ દશમે દક્ષિણ જર્મનીના અલ્પાઇન હોટલમાં શરણ લીધી છે. રાજા મહાએ હોટલનો ચોથા માળ બુક કરાવી દીધો છે. આ હોટલમાં રાજાના આનંદ માટે એક ખાસ રૂમ કે હરમ તૈયાર કરવામાં આવ્યો છે. (તસવીર- AFP)