Symptoms of Monkypox: વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ ફરી એકવાર WHO એ મંકીપોક્સ (Monkeypox) ને હેલ્થ ઈમરજન્સી (Health emergency) જાહેર કરી છે. સૌરાષ્ટ્રમાં જ્યારે કોરોનાએ ફરીથી મતથું ઊંચકળ્યું છે ત્યારે ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ તેમજ મંકીપોક્સનો પણ ભય ફેલાય રહ્યો છે. જામનગરમાં એક 29 વર્ષના યુવાનમાં મંકીપોક્સના લક્ષણો દેખાતા સ્થાનિક ત્તાંતરા દોડતું થયું હતું (Monkeypox in jamnagar). અને શંકાસ્પદ દર્દીને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ યુવાન ચામડીના વિશેષ લક્ષણો લઈને હોસ્પિટલ ગયો હતો જ્યાં તેને મંકીપોક્સ હોવાની શંકાએ તેના નમૂના લઈને ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ચાલો જાણીએ શું છે મકી પોક્સના લક્ષણો ? કઈ રીતે મંકીપોક્સને ઓળખવો? (How to recognize the symptoms of monkeypox?) શું છે તેનાથી બચવાના ઉપાય? (image:Shutterstock)
મોંકીપોક્સથી પીડિત લોકોમાં લોકોમાં ફોલ્લીઓ, તાવ, સુસ્તી, માયાલ્જીયા માથાનો દુખાવો અને લીંફ નોટ્સ જેવા લક્ષણો નોંધવામાં આવ્યા છે. તેના લક્ષણો 2 થી 4 અઠવાડિયા સુધી રહી શકે છે. મંકીપોક્સના લક્ષણો જીવલેણ નથી પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. (image:Shutterstock)
સંક્રમિત વ્યક્તિમાં મંકીપોક્સ ઓળખવા માટે આટલી વસ્તુઓ જો ધ્યાનમાં આવે તો તરત જ હોસ્પિટલનો સંપર્ક કરવો. જે વ્યક્તિને ખૂબ તાવ, માથાનો દુખાવો, લસિકા (Lymph) ગાંઠોનો સોજો, સ્નાયુઓમાં દુખાવો અને નબળાઇ રહેતી હોય. મંકીપોક્સના મુખ્ય લક્ષણોમાંનું એક ચહેરા અને હાથપગ પર મોટી ફોલ્લીઓ છે. ચેપથી લક્ષણોની શરૂઆત થી ઇંક્યુબેશન પિરિયડ 6 થી 13 દિવસનો હોય છે. (image:Shutterstock)