

કોરોના વાયરસને (covid 19 pandemic) લઇને રોજ રોજ તમે છાપામાં નવા નવા કેસ અને આંકડા વાંચતા હશો. સાથે જ હાલ ઉનાળો (Summer) શરૂ થઇ ગયો છે. અને બપોર કે રાત પડતા જ ગુજરાતીઓને (Gujarat) ACની યાદ ન આવે તે શક્ય નથી. પણ સોશિયલ મીડિયા પર અનેક તેવી અફવાઓ ફેલાઇ રહી છે કે કોરોના વાયરસના આ સમયમાં AC ચલાવવું હિતાવહ નથી. તેનાથી કોરોના ફેલાવવાની સંભાવના છે. જો કે કોરોના વાયરસની આ મહામારી વચ્ચે અફવાઓનું બજાર પણ ગરમ છે. રોજ રોજ અહીં નીતનવી અફવાઓ તમારા અને મારા જેવા લોકોનું મન ભ્રમિત કરે છે.


સોશિયલ મીડિયામાં કેટલાક સમયથી એવું કહેવામાં આવે છે કે એર કંડિશનર એટલે કે એસી ચલાવવાથી કોરોના વાયરસ ફેલાય છે. વળી તેનાથી કોરોના વાયરસ તેજીથી ફેલાવાની સંભાવના પણ છે તે જણાવ્યું છે.


ત્યારે આ વાત કેટલી સાચી છે તે અંગે અમર પ્રેસ ઇનફોર્મેશન બ્યૂરો એટલે કે PIB એક ફેક્ટ ચેકનો વીડિયો તેના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર મૂક્યા છે. જેમાં તેવું કહેવામાં આવ્યું છે કે વિન્ડોઝ એસીનો ઉપયોગ કરવાથી કોઇ ખતરો નથી પણ સેન્ટ્રલ એસી સાથે સંભાવના બનેલી છે.


ઉદાહરણની રીતે જો તમે પોતાના ઘરમાં વિન્ડોઝ એસીનો ઉપયોગ કરો છો તો કોઇ વાંધો નથી પણ ઓફિસમાં કે હોસ્પિટલ કે રેસ્ટોરન્ટમાં જ્યાં સેન્ટલ એસી હોય છે ત્યાં જો કોઇને કોરોના સંક્રમણ થયું તો તેના દ્વારા પૂરી ઓફિસ કે હોસ્પિટલમાં કોરોના સંક્રમણ ફેલાઇ શકે છે.


આ પહેલા સોશિયલ મીડિયામાં પણ આવા દાવા કરવામાં આવ્યા હતા. કે ગરમી વધતા કોરોના વાયરસ નાબૂદ થઇ જશે. પણ ના તો તેવી કોઇ શોધ થઇ છે. ના જ આ વાતની કોઇ અસર આપણને ખરેખરમાં જોવા મળે છે. કારણ કે ગરમી તો વધી જ છે અને કેસના આંકડા પણ વધી રહ્યા છે. જો કે આ તમામ વાતોની વચ્ચે શ્રેષ્ઠ તે જ રહેશે કે તમે ઘરે રહો સુરક્ષિત રહો અને સોશિયલ મીડિયામાં ચાલતી અફવાની વાતમાં ધ્યાન ન આપો. Disclaimer : ન્યૂઝ18 ગુજરાતી આ વાતની કોઇ પુષ્ટી નથી કરતું. શ્રેષ્ઠ તે રહેશે કે આ અંગે જાણકારોની સલાહ લો.