<br />Summer Skin Care Tips: ગરમીમાં ત્વચાની સંભાળ માટે ખાસ સ્કિન કેર રૂટીન ફોલો કરવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ ઉનાળા (Summer)માં ત્વચાને ગ્લોઇંગ (Glowing Skin) અને સુંદર બનાવવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટથી લઇને પાર્લર સુધી જવાની ઘણી રીતો અજમાવે છે. પરંતુ ગરમીમાં ચમકતી ત્વચાને જાળવી રાખવી એકદમ મુશ્કેલ કામ હોય છે. જો કે તમે ઇચ્છો તો ત્વચાને ગરમીના પ્રકોપથી દૂર રાખવા માટે તરબૂચ (Watermelon)ને તમારું ગ્લોઇંગ સિક્રેટ બનાવી શકો છો.
<br />તરબૂચ ગણાય છે નેચરલ ટોનર: ગરમીની ઋતુમાં તરબૂચ તમારી ત્વચા માટે પરફેક્ટ ટોનર સાબિત થઈ શકે છે. ત્વચા પર નિયમિત રીતે તરબૂચનો રસ લગાવવાથી છિદ્રોમાં જમા થયેલી ગંદકી સાફ થાય છે અને ત્વચાના ડાઘ-ધબ્બાથી પણ છુટકારો મળે છે. તરબૂચમાં રહેલા એન્ટી એજિંગ ગુણ ચહેરાની કરચલીઓ અને ફાઇન લાઇન્સ જેવા વધતી ઉંમરના લક્ષણોને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ તે શરીરમાં પાણીની ઉણપ દૂર કરે છે અને લૂઝ સ્કિનને ટાઇટ કરવાનું કામ પણ કરે છે. તરબૂચના રસમાં વિટામિન-સી પણ મળી આવે છે.