લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઉનાળાનાં સમયમાં મોટાભાગે સ્કિન બળવા લાગે છે. આવા સમયમાં તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્કિન અને બોડી માટે ખાસ એવાં વિટામીન Cથી ભરપૂર લીંબુ આ સમયે ઉત્તમ ઉપાય છે. ત્યારે ચાલો નજર કરીએ લીંબુનાં ખાસ ઉપાય પર જે હેલ્થની દ્રષ્ટિએ તો ઉત્તમ છે સાથે સાથે તેનાં સ્કિનનાં ફાયદા પણ અગણિત છે. તો તેનાં પર કરી લઇએ એક નજર.
લીંબુ અને એપ્સમ સોલ્ટ- લીંબુ અને એપ્સમ સોલ્ટ (મેગ્નેશિયમ સલ્ફેટ) સ્કિનના ડેડ સેલ્સ દૂર કરવા માટે બેસ્ટ છે. એપ્સમ સોલ્ટમાં એક્સફોલિએટ ગુણ હોય છે અને લીંબુમાં ક્લિંનિગ એજન્ટ હોય છે. જેથી 1 ચમચી લીંબુના રસમાં થોડું એપ્સમ સોલ્ટ મ મિક્સ કરીને પેસ્ટ બનાવી સ્કિન પર સ્ક્રબ કરો. તેનાથી ડેડ સ્કિન દૂર થઈ જશે.
લીંબુ અને બેકિંગ સોડા- બેકિંગ સોડા સ્કિનના ડાઘ-ધબ્બા સાફ કરવા અને ડેડ સ્કિન સેલ્સ દૂર કરવા માટે બેસ્ટ એક્સફોલિએટરનું કામ કરે છે. સ્કિન માટે તે બહુ જ લાભકારી પણ છે. લીંબુના રસમાં થોડો બેકિંગ સોડ મિક્સ કરીને કાળા ધબ્બા હોય તે જગ્યાઓ જેમ કે કોણી, ઘુટણ, બગલ કે ગરદન પર લગાવો. આ મિશ્રણ 15-20 મિનિટ જેવું રહેવા દો. તે પછી પાણીથી તે સાફ કરી લો.