ગરમીમાં ખાસ કરીને ચહેરા પર કરચલીઓ વધારે થાય છે. આ સાથે જ ખીલની સમસ્યા પણ વધારે રહે છે. આ સમસ્યાઓને કારણે ચહેરો ખરાબ લાગે છે. આ સમસ્યાઓ ચહેરા પરનો નિખાર છીનવી લે છે. આ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે અનેક લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. નારી પંજાબકેસરી પરથી શહેનાઝ હુસૈનના આ નુસખાઓ તમે અજમાવો છો તો છૂટકારો મેળવી શકો છો.
ગરમીમાં તમે વિટામીન સી સિરમનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. વિટામીન સી સિરમ ફેસ પરની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. વિટામીન સી ત્વચામાં કોલેજન વધારે છે. આ સીરમની મદદથી ટાયરોસિનેસ નામનું એન્ઝાઇમનું ઉત્પાદનને રોકી શકાય છે જે મેલિનિન વધારીને હાઇપરપિગમેન્ટેશનનું કારણ સાબિત થાય છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)