Home » photogallery » જીવનશૈલી » Hair Care: વાળને સિલ્કી સ્મુધ અને મજબૂત બનાવવાં અપનાવી જુઓ આ ઘરેલું પેકનાં ઉપાય

Hair Care: વાળને સિલ્કી સ્મુધ અને મજબૂત બનાવવાં અપનાવી જુઓ આ ઘરેલું પેકનાં ઉપાય

જો તમે તમારા વાળનું સારી રીતે જતન કરવા ઇચ્છતા હોવ અને આ ઉનાળામાં પણ સિલ્કી (Silky), સ્મૂધ (Smooth) અને લાંબા કાળા (Long Black Hair) વાળ ઘરેલુ ઉપચારથી મેળવવા ઇચ્છતા હોવ તો નીચેની કેટલીક ટિપ્સ તમારા કામમાં આવી શકે છે.

  • 16

    Hair Care: વાળને સિલ્કી સ્મુધ અને મજબૂત બનાવવાં અપનાવી જુઓ આ ઘરેલું પેકનાં ઉપાય

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઉનાળામાં સામાન્ય રીતે અનેક લોકોના વાળ (Hair Care) પરસેવાથી ચીપ ચીપ થઇ જતા હોય છે. જેને કારણે વાળ પોતાની ચમક ખોઇ દેતા હોય છે અને વાળ ચીકણા થઇ જાય છે બની જતા હોય છે. જો કે આમાં લોકોની ખાન પાનની પ્રકૃતિ અને ઉંમર તથા હોરમોન્સ જેવા કારણો પણ જવાબદાર હોઇ શકે છે. પણ જો તમે તમારા વાળનું સારી રીતે જતન કરવા ઇચ્છતા હોવ અને આ ઉનાળામાં પણ સિલ્કી (Silky), સ્મૂધ (Smooth) અને લાંબા કાળા (Long Black Hair) વાળ ઘરેલુ ઉપચારથી મેળવવા ઇચ્છતા હોવ તો નીચેની કેટલીક ટિપ્સ તમારા કામમાં આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 26

    Hair Care: વાળને સિલ્કી સ્મુધ અને મજબૂત બનાવવાં અપનાવી જુઓ આ ઘરેલું પેકનાં ઉપાય

    ઇંડું અને દહીં (Egg and Yogart)- વાળની લંબાઇ મુજબ સપ્તાહમાં એક વાર એક કે બે ઇંડુ અને તેમાં 1 કપ દહીં મિક્સ કરીને માથુ ધોતા પહેલા આ હેર પેક વાળમાં ઉપરથી નીચે સુધી સારી રીતે લગાવો. પછી એક ટુવાલને ગરમ પાણીમાં મૂકી નીચોવી લો. અને આ હોટ ટુવાલને આ હેરપેક પર બાંધી 30 મિનિટ સુધી આ હેરપેક માંથીમાં રહેવા દો. તે પછી વાળને શેમ્પુ કરી લો. તો વાળની ચમક તેવી જ રહેશે.

    MORE
    GALLERIES

  • 36

    Hair Care: વાળને સિલ્કી સ્મુધ અને મજબૂત બનાવવાં અપનાવી જુઓ આ ઘરેલું પેકનાં ઉપાય

    છાશ (Butter Milk)- આ સિવાય તમારા વાળ પરસેવાથી બહુ ચીકણાં રહેતા હોય તો ઉનાળામાં દહી કે છાશ માથામાં લગાવો બાદમાં માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઇ લો. 25 મિનિટ સુધી માથામાં દહીં કે છાશ રહેવા દો.

    MORE
    GALLERIES

  • 46

    Hair Care: વાળને સિલ્કી સ્મુધ અને મજબૂત બનાવવાં અપનાવી જુઓ આ ઘરેલું પેકનાં ઉપાય

    એલોવેરા અને નારિયળ તેલ (Aloevera and Coconut Oil)- આ સિવાય સપ્તાહમાં એક વાર એલોવેરા અને નારિયળ તેલની વાળની માલિશ કરો. આ માટે એેલોવેરાનું પાઠું કાપી તેમાં 5 ચમચી તેલી નાંખી ગરમ કરી લો. પછી આ એલોવેરા નીકાળી. આ તેલથી વાળની માલિશ કરો.

    MORE
    GALLERIES

  • 56

    Hair Care: વાળને સિલ્કી સ્મુધ અને મજબૂત બનાવવાં અપનાવી જુઓ આ ઘરેલું પેકનાં ઉપાય

    દિવેલ અને નારિયળ તેલ મિક્સ કરી લગાવો (Castor oil and Coconut Oil)- આ ઉપરાંત ઉનાળામાં એરડિયું, નારિયેળ તેલ અને કોકો બટરને સમાન માત્રામાં નવસેકું કરીને તેનાથી તેલની માલિશ માથા પર કરો. એક દિવસ રાખ્યા પછી વાળ ધોઇ લો. આમ કરવાથી પણ વાળ અંદરથી મુજબ થશે. અને શેમ્પુ પછી પણ વાળ સિલ્કી શાઇની અને સોફ્ટ બનશે.

    MORE
    GALLERIES

  • 66

    Hair Care: વાળને સિલ્કી સ્મુધ અને મજબૂત બનાવવાં અપનાવી જુઓ આ ઘરેલું પેકનાં ઉપાય

    ચાનું પાણી અને એલોવેરા (Tea bag and AloeVera)- આ ઉપરાંત સાથે માથા પર શેમ્પુ કર્યા પછી એલોવેરા અને ચાનું પાણીનું મિશ્રણથી વાળ સાફ કરો. આમ કરવાથી પણ વાળની ચમક રહેશે.

    MORE
    GALLERIES