લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જ્યારે વેક્સી લિક્વિડ જેવું પ્રવાહી નસોમાં એટલે કે ધમનીઓમાં જમા થવા લાગે છે, ત્યારે રક્ત પરિભ્રમણમાં (blood circulation) સમસ્યા થાય છે. કોલેસ્ટ્રોલ (Cholesterol) જ આ લિક્વિડ પદાર્થ છે. જ્યારે નસોમાં આ લિક્વિટ જામી જવાના કારણે રક્તપ્રવાહ યોગ્ય રીતે થઇ શકતો નથી ત્યારે હૃદય પર દબાણ વધવા લાગે છે. આ સ્થિતિમાં હાર્ટ એટેક (Heart Attack)ની શક્યતા વધી જાય છે. જો તમે પણ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો તમારે એક્સરસાઇઝની સાથે ડાયટ (Diet) પર ખાસ ધ્યાન આપવું પડશે. કોલેસ્ટ્રોલ શરીરના દરેક કોષમાં જોવા મળે છે. સારું કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી છે, પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલ જીવલેણ સાબિત થાય છે. જોકે, તમે ઓછા કોલેસ્ટ્રોલ વાળો આહાર અને ડાયટ દ્વારા તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી શકો છો. હાલ ઉનાળાની ઋતુમાં અમુક એવા ફળ પણ મળે છે જે તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. તો ચાલો જાણીએ કોષોમાં જામેલ કોલેસ્ટ્રોલને ઓગાળીને બહાર કાઢવામાં ક્યા ફળો (Summer Fruits to Reduce Cholesterol) તમારી મદદ કરશે.
સફરજન- સફરજન એક એવું ફળ છે, જે માત્ર કોલેસ્ટ્રોલ જ નહીં પરંતુ શરીરમાં જમા થયેલા અન્ય ગંદા પદાર્થોને પણ ઘટાડી શકે છે. હૃદયના તમામ દર્દીઓએ તેમના આહારમાં સફરજનનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે તે કુદરતી રીતે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. સફરજનમાં ફાઈબર પેક્ટીનની હાજરી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
દ્રાક્ષ- NCBIના અભ્યાસ મુજબ, દ્રાક્ષમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની શક્તિ હોય છે. દ્રાક્ષમાં ફાઈબર ભરપૂર હોય છે અને તેમાં પ્રોટીન, આયર્ન, કોપર, ફોલેટ, વિટામિન સી, એ, કે અને બી પણ પ્રચૂર માત્રામાં હોય છે. દ્રાક્ષનું નિયમિત સેવન કુદરતી રીતે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. દ્રાક્ષ વજનને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. સાઇટ્રસ ફ્રુટ્સ ખાવાથી હાર્ટ સંબંધિત બીમારીઓને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે ઈચ્છો તો દ્રાક્ષની સાથે લીંબુ અને નારંગી જેવા ફળો ખાઈને કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો.