જીન્સએ વર્ષો જૂની સદીઓ જૂનો પહેરવેશ છે. જે જીન્સને ફેશનનો સૌથી મોટો પાર્ટ કહેવામાં આવે છે તે, પહેલા મજૂરોનો પોશાક કહેવાતો હતો. જીન્સનો આવિષ્કાર 19મી સદીમાં ફ્રાંસના NIMES શહેરમાં થયો હતો. જે કપડાથી જીન્સ બનાવામાં આવે છે તેને ફ્રેન્ચમાં ‘Serge’ કહેવામાં આવે છે, જેને ‘Serge de Nimes’ નામ આપવામાં આવ્યું હતું. પછી લોકોએ તેને શોર્ટ કરી દીધુ અને તેનું નામ Denims થઈ ગયું.
1852 આવતા આવતા તો એક જર્મન વ્યાપારી લેવી સ્ટ્રોસે કેલિફોર્નિયામાં જીન્સ પર પોતાનું નામ લખીને વેચવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે એક ટેલર તેનો સૌથી પહેલો ગ્રાહત બન્યો હતો. તેણે પણ લોકોમાં આ જીન્સ વેચવાનું શરૂ કરી દીધું. ત્યારે કોલસાની ખાણમાં કામ કરતા મજૂરો તેને વધારે ખરીદી કરતા હતા. કારણ કે, તેનું કપડું બીજા કપડા કરતા થોડું મોટું હતું. જે તેમના માટે ઘણું આરામદાયક હતું.