

ભગવાન શિવના આ મંદિરની શોધ 200 વર્ષ પહેલા થઈ હતી. આ મંદિરમાં શિવલિંગના દર્શન દિવસમાં માત્ર 1 વખત જ થાય છે. બાકીનો સમય આ મંદિર સુદ્રમાં ડૂબેલું રહે છે. સમુદ્રતટ ઉપર દિવસમાં 2 વખત પાણીની મોજ આવે છે. જેનાં કારણે પાણી મંદિરના અંદર પહોંચી જાય છે. આ પ્રકારે સમુદ્રનું પાણી દિવસમાં 2 વખત જલાભિષેક કરી પાછું ફરે છે. આવું દરરોજ સવાર-સાંજ થાય છે. જે સમયે શિવલિંગ સંપૂર્ણ પાણીની અંદર જતું રહે છે. એ સમયે કોઈને પણ ત્યાં જવાની અનુમતિ નથી. અહીં આવતા શ્રદ્ધાળુઓને મંદિરનો સમય આપવામાં આવે છે


પૌરાણિક કથા અનુસાર કાળકાસુર રાક્ષસે પોતાની કઠિન તપસ્યાથી શિવજીને પ્રસન્ન કરી અમર થવાનું વરદાન માંગ્યું. આ વરદાન નકારવા પર કાળકાસુરે બીજું વરદાન માંગ્યું કે- તેને ફક્ત શિનપુત્ર જ મારી શકે. આ વરદાન મળતા જ કાળકાસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. દરેક દેવતા તેના આતંકથી હેરાન થઈ મહાદેવ પાસે પહોંચ્યા. ત્યારે શ્વેત પર્વતથી કાર્તિકેયનો જન્મ થયો. અને તેમણે કાળકાસુરનો વધ કર્યો. જ્યારે કાર્તિકેયને જાણ થઈ કે કાળકાસુર તેમના પિતા શિવજીનો પરમ ભક્ત હતો, તો તે ચિંતિત થઈ ગયા. તેથી વિષ્ણુજીએ તેમને ઉપાય બતાવ્યો કે તેઓ અહીં શિવસિંગની સ્થાપના કરે. અને રોજ માફી માટે પ્રાર્થના કરે.


આ મંદિર અરબસાગરમાં બનેલ છે. અને જ્યારે જ્યારે તોફાન આવે છે ત્યારે આ શિવલિંગ પાણીની અંદર ઢંકાઈ જવાથી જોઈ નથી શકાતું.


જો તમારે પ્રકૃતિના આ ચમત્કારના દર્શન કરવા હોય તો એક દિવસ આપવો પડશે. જેથી આ મંદિરને સમુદ્રમાં ડૂબતા અને ફરી અસલી અવસ્થામાં આવતા જોઈ શકો.