તમે બધાએ પલાળેલી બદામ (Soaked Almonds) ખાવાના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે. તો તમારે ડાયટમાં કિશમિશને સામેલ કરવાના ફાયદાઓ વિશે પણ જાણવું જોઈએ. પરંતુ શું તમે પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશ (Soaked Almonds)ને એકસાથે ખાવાના ફાયદા જાણો છો. તમને જણાવી દઈએ કે, સવારના નાસ્તા (Healthy Breakfast)માં પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશ ખાવાથી સ્વાસ્થ્ય (Health)ને એક નહીં, પરંતુ અનેક ફાયદા થાય છે. આ સંદર્ભે આયુર્વેદ નિષ્ણાત ડૉ. દિક્ષા ભાવસારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.
ડૉ. દિક્ષા ભાવસારના મતે સવારનો નાસ્તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખાસ હોય છે. જે તમને દિવસભર એનર્જેર્ટીક રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણોસર પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશ, પ્રોટીન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, પ્રોટીન અને ફાઈબર જેવા તમામ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચાલો જાણીએ કે, ડૉ. દીક્ષા ભાવસારના જણાવ્યા અનુસાર, નાસ્તામાં પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશનો સમાવેશ કરવાથી સ્વાસ્થ્યને શું ફાયદા (Health Benefits) થાય છે.