Home » photogallery » જીવનશૈલી » તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવશે આ 5 વસ્તુઓ, આજે જ સામેલ કરો સ્કીનકેર રૂટિનમાં

તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવશે આ 5 વસ્તુઓ, આજે જ સામેલ કરો સ્કીનકેર રૂટિનમાં

Skin Care: સ્કીનકેર રૂટિન દ્વારા આપણે સ્કિનની સુંદરતા જાળવી શકીએ છીએ. જો તમે પણ ચમકદાર અને કોમળ ત્વચા ઇચ્છતા હોય તો અમે તમને અહીં 5 વસ્તુઓ (5 Things for Glowing Skin) જણાવવા જઇ રહ્યા છીએ. જેને તમારા સ્કીનકેર રૂટિનમાં સામેલ કરી શકો છો.

विज्ञापन

  • 16

    તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવશે આ 5 વસ્તુઓ, આજે જ સામેલ કરો સ્કીનકેર રૂટિનમાં

    ત્વચાને સ્વસ્થ (Healthy Skin) રાખવી અને કુદરતી ચમક (Natural Glow) આપવી તે ઘણા લોકો માટે મુશ્કેલ કાર્ય છે. ત્વચાની સારસંભાળ (Skin Care Routine) વધુ સમય અને મહેનત માંગી લે તેવું કામ છે. સતત થતા ફેરફારો (ઉંમર સંબંધિત)ને કારણે આપણી ત્વચા બાળપણમાં જેવી હતી તેવી રહેતી નથી, પરંતુ આપણે તેને સ્કીનકેર રૂટિન દ્વારા જાળવી શકીએ છીએ. જો તમે પણ ચમકદાર અને કોમળ ત્વચા ઇચ્છતા હોય તો અમે તમને અહીં 5 વસ્તુઓ (5 Things for Glowing Skin) જણાવવા જઇ રહ્યા છીએ. જેને તમારા સ્કીનકેર રૂટિનમાં સામેલ કરી શકો છો.

    MORE
    GALLERIES

  • 26

    તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવશે આ 5 વસ્તુઓ, આજે જ સામેલ કરો સ્કીનકેર રૂટિનમાં

    હ્યાલુરોનિક એસિડ- હ્યાલુરોનિક એસિડને ફર્મેન્ટેશનની પ્રક્રિયા દ્વારા કાઢવામાં આવે છે. તે વિગન સ્કીન કેર માટે ઉપયોગમાં લઇ શકાય છે. તમે વિગન ન હોય તો પણ હ્યાલુરોનિક એસિડને તમારા સ્કીન કેરમાં સામેલ કરી શકો છો. કારણ કે તે તમારી ત્વચાને હાઇડ્રેટ કરશે.

    MORE
    GALLERIES

  • 36

    તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવશે આ 5 વસ્તુઓ, આજે જ સામેલ કરો સ્કીનકેર રૂટિનમાં

    આર્ગન ઓઇલ-  હાલમાં આર્ગન ઓઇલ ખૂબ જ ટ્રેન્ડમાં છે, કારણ કે, મોટી બ્યુટી બ્રાન્ડ્સે આર્ગન ઓઇલ પ્રોડક્ટની સીરિઝ લોન્ચ કરવાનું શરૂ કર્યું છે. કારણ કે આ આર્ગન પ્લાન્ટનું તેલ નરમ, કોમળ ત્વચા માટે જરૂરી વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર હોય છે. આ તેલ મુખ્યત્વે મોરોક્કોથી આયાત કરવામાં આવે છે, જ્યાં આર્ગનના ઝાડ ઉગાડવામાં આવે છે. તે સ્કિન હાઇડ્રેટ કરવામાં, સૂર્યના નુકસાનકારક યુવી કિરણોથી બચાવવામાં અને પિગમેન્ટેશનની સમસ્યાથી બચાવે છે.

    MORE
    GALLERIES

  • 46

    તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવશે આ 5 વસ્તુઓ, આજે જ સામેલ કરો સ્કીનકેર રૂટિનમાં

    રેટિનોલ- રેટિનોલ વિટામિન Aનું જ એક સ્વરૂપ છે. આ વિટામિન મુખ્યત્વે આંખના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે પરંતુ તે ત્વચા માટે પણ લાભદાયી છે. કારણ કે રેટિનોલ ત્વચાને થતા નુકસાનને ઓછું કરવા માટે તમારા ત્વચાના સ્તરમાં હાજર મુક્ત રેડિકલ્સને ન્યૂટ્રીલાઇઝ કરે છે. તે ત્વચાની કરચલીઓ, ફાઇન લાઇન્સ સહિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ બનશે.

    MORE
    GALLERIES

  • 56

    તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવશે આ 5 વસ્તુઓ, આજે જ સામેલ કરો સ્કીનકેર રૂટિનમાં


    હાઇડ્રોસોલ- હાઇડ્રોસોલ એ પાણી-આધારિત ઘટક છે જે ફળો, ફૂલો, પાંદડા વગેરે જેવા કુદરતી વનસ્પતિ ઉત્પાદનો દ્વારા બને છે. મોટા ભાગના હાઇડ્રોસોલ્સ કેમોમાઇલ, રોઝ, લવન્ડર, લીંબુ મલમ, નારંગી આધારિત હોય છે. કૃત્રિમ સુગંધવાળા ઉત્પાદનોનો ઉપયોગ કરવાને બદલે, હાઇડ્રોસોલ-આધારિત કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરો.

    MORE
    GALLERIES

  • 66

    તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવશે આ 5 વસ્તુઓ, આજે જ સામેલ કરો સ્કીનકેર રૂટિનમાં

    સ્ક્વાલેન- આ એક ઇમોલિયન્ટ છે જે કુદરતી રીતે આપણી ત્વચામાં જોવા મળે છે. આ વિગન ઘટક પાલ્મ ટ્રી, શેરડી, ઓલિવ અને ચોખાની બ્રાનમાંથી કાઢવામાં આવે છે. આ કુદરતી ઇમોલિયન્ટ ત્વચાને હાઇડ્રેટ કરવા અને સૌમ્યતા, કોમળતા આપવા માટે ફાયદાકારક છે.

    MORE
    GALLERIES